ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરામાં આવેલી અમન ડે સ્કૂલ ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શાળાના બાળકોને કૃમિનાશક ગોળી આલ્બેડાઝોલ આપવામાં આવી હતી.

જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ
જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

By

Published : Feb 27, 2020, 5:38 PM IST

ગોધરાઃ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આયર્ન જરૂરી છે. બાળકોને કૃમિનો ચેપ લાગે ત્યારે આર્યનની ઉણપ વર્તાય છે અને એનિમિયા જેવા રોગનો ભોગ બને છે. આવા રોગનું પ્રમાણ ઘટાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વર્ષમાં બે વાર ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

આ કાર્યકમના ભાગરૂપે ગોધરાની અમન ડે સ્કૂલ ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અજયકુમાર શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્કૂલ પ્રશાસન દ્વારા તેમનું ફૂલ અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને કૃમિનાશક ગોળી આલ્બેડાઝોલ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી અજયકુમાર શાહે જણાવ્યું કે જિલ્લાની આંગણવાડી અને શાળાઓના 1 થી 19 વર્ષના 6 લાખથી બાળકોને કૃમિનાશક ગોળી આલ્બેડાઝોલનું વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી એસ.કે મોઢ સહિત આરોગ્યવિભાગના અધિકારીઓ અને શાળા સંચાલકો, શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details