ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના દુકાનદારે ઈમાનદારીપૂર્વક માલીકને પાકીટ કર્યું પરત

પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર પાસેથી પસાર થતા એક દંપતીનું પાકીટ પડી જતા, એક દુકાનદારને મળ્યું હતું. આ દુકાનદારે વોટ્સએપ ગૃપમાં પાકીટ મળ્યાનો મેસેજ ફેરવતા આ પાકીટમાં 45,000 રૂપિયાનું સોનાનું લોકેટ અને રોકડ રકમ હતી.

By

Published : May 7, 2019, 9:10 PM IST

સ્પોટ ફોટો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જાલમબારીયાના મુવાડા ગામના દશરથભાઇ પોતાના પત્ની સાથે એક પ્રસંગમાંથી વાઘજીપુર ચોકડી પાસેથી પરત ફરતા હતા, તે સમયે દશરથભાઇએ તેની સાળીની દીકરીને હાથમાં પાકીટ પકડવા આપ્યું હતું, જેમાં 45,000 રૂપિયા, સોનાનું લોકેટ અને રોકડ રકમ હતી, પરંતુ તેના હાથમાંથી પાકીટ પડી ગયું હતું અને પાદરડી ચોકડી પાસે દશરથભાઇની દીકરી પાસે પાકીટ ન દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.

ત્યારબાદ બાઈક પાછું ફેરવીને વાઘજીપુર ચોકડી સુધી તપાસ હાથ ધરી હતી. તેમને એક વોટ્સએપ ગૃપમાં મેસેજ મળ્યો કે, વાઘજીપુર ચોકડી પાસેના રાધેશ્યામ મોબાઈલ શોપના દુકાનદારને પાકીટ મળ્યું છે. આ મેસેજ દુકાનદારે જ વોટ્સએપ ગૃપમાં ફેરવ્યો હતો. જેથી દશરથભાઈ મોબાઈલ શોપ પર પહોંચ્યા હતા અને મોબાઈલ શોપના માલિક કલ્યાણ પટેલે પાકીટ દશરથભાઈને ઈમાનદારીપૂર્વક પરત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details