પંચમહાલ જિલ્લામા શુક્રવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકાની પ્રાથમિક શાળાઓમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં શુક્રવારે વિવિધ સરકારી કચેરીઓ તેમજ પ્રાથમિક શાળાઓમાં યોગ કરાવામા આવ્યા હતા. આજના ભાગદોડ ભરી જિંદગીમાં વ્યક્તિ માનસિક તાણ અનુભવે છે.
પંચમહાલની પ્રાથમિક શાળાઓમાં બાળકોએ કર્યા યોગ - Gujarati News
પંચમહાલઃ જિલ્લામાં 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં યોગ કરવામાં આવ્યા હતા. શહેરા તાલુકાની લાભી ગામની પ્રાથમિક શાળામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલની પ્રાથમિક શાળાઓમાં બાળકોએ કર્યા યોગ
ત્યારે આ યોગ આ બધાથી મુકત રાખે છે. શહેરા તાલુકાની લાભી ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બાળકોને યોગ શીખવ્યા હતા. તાલુકામાં આવેલી મામલતદાર કચેરીના પ્રાગણમાં પણ યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.