નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે સંસદમાં 2019 નવું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને લઇને ગોધરાના LIC વિભાગના નડિયાદ ડિવિઝનના પ્રમુખ ધવલ સોની દ્વારા બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. કામદાર વર્ગને કેમ નિરાશા સાંપડી છે તે અંગે તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં ઈન્કમટેક્ષની મર્યાદામાં કોઈ છૂટ ન આપવામાં આવતા મધ્યમવર્ગી કર્મચારીઓને અન્યાય કરાયો છે.
એક્સપર્ટના મત અનુસાર બજેટમાં કામદાર વર્ગને અન્યાય
પંચમહાલઃ નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે શુક્રવારે બજેટ રજુ કર્યુ હતું. પરંતુ આ બજેટથી કામદાર વર્ગને નિરાશા પ્રાપ્ત થઈ છે. આ અંગે LIC નડિયાદ ડિવિજનના પ્રમુખ ધવલ સોનીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
એક્સપર્ટના મત અનુસાર બજેટમાં કામદાર વર્ગને અન્યાય
ઇન્કમટેક્સની મર્યાદા પાંચ લાખની જગ્યાએ આઠ લાખ કરવી જોઈએ. પેટ્રોલ-ડીઝલમાં એક રૂપિયા સેઝના ભાવને લીધે પેટ્રોલ ડીઝલ મોંઘા થશે. વીમા ક્ષેત્રમાં 100 ટકા FDIની દરખાસ્તને કારણે વિદેશી કંપનીઓ ભારત પર હાવી થઈ જશે તેવો મત રજૂ કર્યો હતો.