પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કેટલાક તત્વો દ્વારા કરવામાં આવતી હોય છે. ગૌવંશની હેરાફેરી કરનારાઓ અંતરીયાળ અને રાતનો સમય પસંદ કરતા હોય છે. જાંબુઘોડા તાલુકા ધાનકિયા ગામ પાસેથી પસાર થતા એક ટેમ્પોમાં ગૌવંશ હોવાની બાતમીના આધારે ગૌરક્ષક દળ તથા પોલીસ વિભાગે સાથે રાખીને તપાસ કરતા ટેમ્પોમાં ક્રુરતાપુર્વક બાંધી રાખેલા 15 જેટલા ગૌવંશ મળી આવ્યા હતા.
પંચમહાલમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે લઇ જવાતા ગૌવંશનો બચાવ્યા
પંચમહાલ: જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ધાનકીયા ગામે મોડી રાત્રે એક ટેમ્પોમાં લઇ જવાતા 15 જેટલા ગૌવંશને ગૌરક્ષક ગૃપ અને પોલીસ વિભાગ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.
ગેરકાયદેસર રીતે લઇ જવાતા ગૌવંશ
જો કે આ ટેમ્પોનો ચાલક અને સાથે રહેનારો ઇસમ ફરાર થવામાં સફળ થઇ ગયા હતો. તો આ મામલે પોલીસ દ્વારા તમામ ગૌવંશને ગોધરાના પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા છે.