ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં દિવ્યાંગ યુવકે મતદાન કરી ઉત્તમ ઉદાહરણ આપ્યું - vote

પંચમહાલ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો આજે મંગળવારે વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 23, 2019, 5:03 PM IST

આગ વરસાવતી ગરમીમાં પણ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જુસ્સો બતાવી મતદાન કરી રહ્યા છે, ત્યારે મતદાન કરવું એ આપડી ફરજ છે એમ સમજીને એક દિવ્યાંગ યુવાન ધ્રુવ પરીખે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે ગોધરા ખાતે મતદાન મથક પર આવીને મતદાન કર્યું હતું.

દિવ્યાંગ મતદાતા

જો કે 22 વર્ષીય યુવાન દિવ્યાંગ હોવાના કારણે તેના પિતાએ પણ તેને પ્રોત્સાહન આપતા તેને ઉંચકીને મતદાન મથક સુધી લઈ આવ્યા હતા. મહત્વનું છે આ દિવ્યાંગ ધ્રૂવ પરીખે અન્ય યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details