ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં મહાભારતકાળના ગુપ્તેશ્વર મહાદેવનો મહિમા... - પંચમહાલ

કાલોલ: પંચમહાલના કાલોલ નજીક ઘૂસર ગામે મહાભારતકાળનું સ્વયંભૂ ગુપ્તેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. આ શિવાલય પથ્થરોની ઉંચી ટેકરીમાં આવેલી એક ગુફામાં શિવલીંગ સ્થપાયું છે. જેથી શિવભક્તોએ શિવલિંગ સુધી પહોંચ્વા પથ્થરોની સાંકડી ગલીમાંથી પસાર થવું પડે છે. ઘૂસર ગામે આવેલા સ્વંયભુ ગુપ્તેશ્વર મહાદેવનો મહિમા અનોખો છે. આ ગુપ્તેશ્વર મહાદેવ કોઈ મનુષ્ય દ્વારા બનાવેલા મંદિરમાં બિરાજતા નથી, પણ પથ્થરોથી છવાયેલી ગુફામાં બિરાજે છે.

etv bharat panchmahal

By

Published : Aug 18, 2019, 11:03 AM IST

ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સાંકડી શિલાઓને જોતા એવું લાગે અહીંથી પ્રવેશી શકશે નહીં, પણ આ ચમત્કાર ગણો કે શ્રદ્ધા. સાંકડી ગલીમાં મોટું શરીર ધરાવતી વ્યક્તિ પણ આસાનીથી પસાર થઈ જાય છે. ગુપ્તેશ્વર મહાદેવની સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે, મહાભારતકાળમાં ચૌદ વર્ષના વનવાસ વખતે પાંડવો અહીં આવ્યા હતા. અહીં પાંડવોએ ગુપ્તવાસમાં રહી શિવજીની આરાધના કરી હતી. પાંડવોના ગયાં બાદ ગુપ્તેશ્વર મહાદેવ લોકોમાં પ્રચલિત થયાં હતાં.

પંચમહાલમાં મહાભારતકાળના ગુપ્તેશ્વર મહાદેવનો મહિમા...


હાલમાં અહીં શ્રાવણના સોમવાર અને રજાના દિવસોમાં ભક્તો આવે છે. ગુફાની બહાર નીકળતા જ પથ્થરોની શીલાઓ અને આસપાસનું લીલુંછમ વાતાવરણ આહલાદક દ્રશ્યો સર્જે છે. અહીં શિવરાત્રીનો મેળો ભરાય છે. ભાવિકો દ્વારા ગુફાની અંદર લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કોઈ કાયમી પુજારી નથી. જેથી ગામલોકો જ મંદિરનો વહીવટ કરે છે. કહેવાય છે કે, અહીં આવતા દરેક ભક્તોની ઈચ્છા ગુપ્તેશ્વર મહાદેવ પુરી કરે છે.

ABOUT THE AUTHOR

...view details