ગોધરા શહેરના ચેતનદાસ પ્લોટ વિસ્તારમાં રહેતા મહેફુસ મહોમ્મદ આસીફ સૈયદ નામના યુવાને જિલ્લા પોલીસ વડાએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ટુ ગૂડ ઓનલાઈન કંપનીમાંથી મોબાઇલ ફોન મંગાવ્યો હતો. જે બે મહિના પછી ખામી સર્જાતા કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો.
ગોધરાનો યુવક બન્યો સાઇબર ક્રાઇમનો શિકાર, 45 હાજરની ઓનલાઈન ઠગાઈ
પંચમહાલ: જિલ્લાના મુખ્યમથક એવા ગોધરામાં રહેતા એક યુવક સાઈબર ક્રાઈમનો શિકાર બન્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગોધરાના મહોમ્મદ આસીફ સૈયદ નામક યુવકે મોબાઇલ ફોનની ઓનલાઇન ખરીદી કર્યા બાદ ફોનમાં ખામી સર્જાતા ફોનની રકમ પરત મેળવવા માટે ફરીયાદ કરતા સામે પક્ષે ઓનલાઈન બેંક એકાઉન્ટમાં જમા થશે. તેમ જણાવી ભેજાબાજે ફોન ધારકના બેંક એકાઉન્ટ નંબર લઇને બેંક ખાતામાંથી રૂપિયા 45 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. કરતાં આ બનાવ અંગે યુવકે ભેજાબાજ શખ્સ સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે.
જે દરમિયાન કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમારા મોબાઇલ ફોન કંપનીમાં રીટર્ન થશે. જેનું પેમેન્ટ તમને બેંક મારફતે ચૂકવવામાં આવશે. ફોન બદલી આપવાનો કહીને તમારા ઉપર 24 કલાકમાં કંપનીના કસ્ટમર કેરમાંથી ફોન આવશે. પણ ફોન ન આવતા કંપનીના નંબર ઉપર કોલ કર્યો હતો તે વખતે જણાવ્યું કે, મોબાઈલ ફોન છ માસની વોરંટીમાં હોવાથી મોબાઇલ કંપનીને રીટર્ન કરવાનો રહેશે. જે રીટર્ન કરેલ મોબાઈલ ફોનની રકમ તમારાં બેંક એકાઉન્ટમાં કંપની દ્રારા ચૂકવામાં આવશે.
આ પ્રકારની વાતો મોબાઇલ ધારકને કરી હતી. આ તમે googleમાં ઓનલાઈન એપ્લિકેશન વાપરો છો તેમ કહી ભેજાબાજ શખ્સે પર્સનલ પિન નંબરની માગણી કરતા પિન નંબર આપતા જ મહેફુસ ભાઈના બેંક ખાતામાંથી પ્રથમ 25,000 અને પછી 30,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ કંપનીને ફોન કરતા કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ મળ્યો ન હતો. બુધવારે મને સામેથી કોલ આવ્યો અને જણાવ્યું કે, અમારા ઉપર અધિકારી સાથે વાત કરો સંપૂર્ણ વિગત લેવામાં આવી હતી. પરત રિફંડ કરી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. ફોનમાંથી અમારા બંનેના ડિલીટ કરો તો હું તમને તમારા પૈસા પાછા આપી દઉં છું. તેમ જણાવવામાં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બનવાનો એહસાસ મહેફુસ ભાઈને થતા પંચમહાલ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી.