પંચમહાલ જિલ્લામાં આવેલી નદીઓ જાણે ખનીજચોરો સ્વર્ગ સમાન બની હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લાની પાનમ, ગોમા, તેમજ કુણ જેવી નદીઓમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરીની વ્યાપક બૂમો ઉઠતી રહે છે. ત્યારે શહેરા તાલુકાના ડેમલી ગામ પાસેથી પસાર થતી કુણ નદીના પટમાંથી વ્યાપક રીતે મોટાપાયે રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોય છે. સરકારને રોયલ્ટી ભર્યાવગર જ લાખો કરોડોનો ચુનો ચોપડતા હોય છે.
પંચમહાલમાં ગેરકાયદેસર રીતે રેતીખનન કરનારાઓ પર તંત્રનો સપાટો - Panchmahal
પંચમહાલઃ નદીઓમાં ખનિજચોરીની વ્યાપક બૂમો ઉઠવા પામી છે. શહેરા તાલુકામાંથી પસાર થતી કુણ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરનારાઓ પર શહેરા મામલતદાર અને ખાણખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. રેતી ભરેલા 4 ટ્રેકટર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરા મામલતદાર અને ખાણખનીજ વિભાગ દ્વારા બાતમીના આધારે શહેરાના ડેમલી ગામે પસાર થતી કુણ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેત ખનન ઉપર સંયુક્ત દરોડા પાડવામાં આવતા રેતીચોરોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં નદીના પટમાં રેતી ભરતા 4 ટ્રેકટરને પકડી પાડવામાં આવ્યા અને અન્ય 5 ટ્રેકટર ચાલકો ફરાર થવામાં સફળ થયા હતા.
પકડાયેલા રેતી ભરેલા ટ્રેકટરોને શહેરા મામલતદાર કચેરી ખાતે લાવામાં આવ્યા અને રેતી ભરેલા ટ્રેકટર સહિત 20 લાખ રૂપિયાનો અંદાજીત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર અને ખાણખનીજ વિભાગની રેડના પગલે રેતીચોરી કરનારા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.