પંચમહાલઃ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ સ્ટેશનન દ્વારા લોકોને લોકડાઉનનો અમલ કરવા સમજાવવા ઉપરાંત 200 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુની કીટનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લોકડાઉનઃ દામાવાવ પોલીસ આવી ગરીબોની મદદે
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાએ અડ્ડો જમાવ્યો છે, ત્યારે લોકોની સેવા માટે મેડિકલ સ્ટાફ, પોલીસ, તેમજ મીડિયા સેવાકીય કામગીરી કરી રહ્યા છે. દેશમાં કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે પોલીસ સતત સેવા બજાવતી જોવા મળી છે. વર્તમાનમાં ચાલી રહેલા કોરોનારૂપી રાક્ષસને ડામવવા પોલીસ સતત લોકોને લોકડાઉનમાં બહાર ન નીકળો અને સુરક્ષિત રહો એમ કહી રહી છે. આ તમામ બાબતો વચ્ચે પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે. જેમાં દેશમાં ઘણા બધા પોલીસના જવાનોને પણ કોરોના વાઈરસનો ચેપ પણ લાગ્યો છે. તેમજ પોલિસ દ્વારા લોકડાઉનનો ભંગ કરનારા સામે ક્યારેક આકરું પણ બનવું પડ્યું છે. ત્યારે પોલિસના સૂત્ર "સેવા સુરક્ષા અને સલામતી"ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે.
દામાવાવ પોલીસ આવી ગરીબોની મદદે
આમ પોલીસે કડક બનવાની સાથે સાથે માયાળુ બની લોકસેવાનું પણ કાર્ય કરી રહી છે. સાથે સાથે પોતાની ફરજ પણ નિભાવીને લોકડાઉન દરમિયાન કાયદાનું ભંગ કરનારા સામે પોલીસ દ્રારા આશરે 100 જેટલા વાહનો ડિટેઇન કરી દંડ વસુલવામાં આવેલ છે. આ સાથે જાહેરનામા ભંગના પણ 21 કેસ કરી લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા સૂચના કરવામાં આવેલ છે. આમ સુરક્ષા સેવા અને સલામતિના પોલીસના સૂત્ર ને દામાવવા પોલીસ દ્વારા સાર્થક કરવામાં આવી રહ્યું છે.