ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણી રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનો પંચમહાલથી કરાવશે પ્રારંભ - PML

પંચમહાલઃ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે 15મા ખરીફ કૃષિ મહોત્સવ- 2019 નો રાજ્યકક્ષાના કાર્યક્રમને 16 જુન 2019 ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રારંભ કરાવશે. જેના કારણે જિલ્લા વહિવટીતંત્ર કાર્યક્રમની તૈયારીમાં લાગી ગયું છે. ગુરૂવારના રોજ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે ખાનપુર ખાતે પહોંચીને બેઠક યોજી જરૂરી  દિશાનિર્દેશ કર્યા હતા.

પંચમહાલ

By

Published : Jun 13, 2019, 4:56 PM IST

પંચમહાલના આદિવાસી સમાજની વસ્તી ધરાવતા મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજવામા આવી હતી. જેમાં સ્ટોલ પ્રદર્શન, સભા સ્થળે પહોંચવા મુલાકાતીઓ અને ખેડૂતો માટે પરિવહન વ્યવસ્થા, તેમની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ, સુશોભન, સભા-સ્થળે વીજ પુરવઠો અને ફાયર સેફ્ટીની બાબતમાં સંબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી દિશાસુચનો કર્યા હતા. તેમણે વરસાદ પડવાની સ્થિતિમાં પાર્કિંગ સહિતની સુવિધાઓ ખોરવાય નહીં તે ધ્યાનમાં રાખીને સુચારૂ આયોજન કરવા અધિકારીઓને નિર્દેશ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને શરૂ કરાઈ તૈયારીઓ

આ નિમિત્તે સભાસ્થળે એક દિવસીય સેમિનાર અને એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળે 55 જેટલા ખેતી અને પશુપાલનને લગતા પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવશે. મુખ્યપ્રધાન આવનારા હોવાને કારણે બે ડોમનું કામકાજ પણ ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓ હાજર રહીને બંદોબસ્ત કરવાની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details