ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં યૌન શોષણના ઇરાદે સગીરાને ભગાડી જનારા યુવકની ધરપકડ

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના ગામની સગીર વયની છોકરીને નગર વિસ્તારમાં રહેતા એક યુવાન યૌન શોષણ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારજનોએ શહેરા પોલીસને જાણ કરતા પોલીસે વિવિધ ટીમો બનાવીને ગોધરા ખાતેથી સગીર વયની છોકરી અને યુવાનને પકડી પાડી પોલીસ મથકે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સગીરાને યૌન શોષણ ઇરાદે ભગાડી જનાર યુવકને પોલીસે પકડી પાડ્યો

By

Published : May 21, 2019, 7:47 PM IST

પંચમહાલના શહેરા તાલુકાની એક સગીરા સોમવારની મોડી રાત્રે તેના ઘરમાં ન જોવા મળતા પરિવારજનો ભારે ચિંતિત બન્યા હતા. અને આજુબાજુના પડોશીઓ તેમજ અન્ય સગા સંબંધીને ત્યાં શોધખોળ હાથ ધરતા મળી આવી ન હતી. જેને લઈને સગીરાના પિતા શહેરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.અને સમગ્ર બનાવની હકીકત પોલીસ મથકના પીઆઇ એન એમ પ્રજાપતિને જણાવી હતી. આ સમગ્ર બનાવની ગંભીરતાને સમજીને પોલીસ દ્વારા તાબડતોબ ટીમો બનાવીને જિલ્લાના વિવિધ વિસ્તારમાં સગીરા અને તે યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સગીરાનો મોબાઇલ નંબર ચાલુ હોવાથી પોલીસ દ્વારા નંબર ટ્રેસ કરવામાં આવતા તેનું લોકેશન ગોધરા ખાતે મળી આવ્યું હતું.

આથી પોલીસે લોકેશન વાળી જગ્યાએ પહોંચીને સગીરા અને યુવકને પકડી પાડ્યા હતા, અને તેમને શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. યુવાન આતિફ મુસ્તાક શેખ સગીરાને યૌન શોષણ કરવાના ઇરાદે ભગાડી ગયા હોવાની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ શહેરા પોલીસ મથકે નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details