ગુજરાત

gujarat

ETV Bharat / state

પાવાગઢમાં પરિક્રમાનો પ્રારંભ, હજારોની સંખ્યામાં ભાવીક ભકતો ઉમટ્યા - pavagadh

પંચમહાલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતાની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરીક્રમાનો પ્રારંભ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો.

પરિક્રમાનો પ્રારંભ, હજારોની સંખ્યામાં ભાવીક ભકતો ઉમટ્યા
પરિક્રમાનો પ્રારંભ, હજારોની સંખ્યામાં ભાવીક ભકતો ઉમટ્યા

By

Published : Dec 26, 2019, 6:13 PM IST

આજે પરીક્રમાનો પ્રારંભ થયો હતો. પાવાગઢની ચાંપાનેર તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી આ પરિક્રમા નીકળી હતી. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાછલા ત્રણ વર્ષથી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે જિલ્લા વહીવટીતંત્રએ પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા પાવાગઢ પરિક્રમાનું આયોજન કર્યુ હતું. પાવાગઢ ડુંગરની ચાંપાનેર તળેટી પાસે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી આ પરિક્રમાને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવી હતી.

પરિક્રમાનો પ્રારંભ, હજારોની સંખ્યામાં ભાવીક ભકતો ઉમટ્યા

આ યાત્રામાં જિલ્લાની કેટલીક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ પરિક્રમામાં જોડાયા હતા. આ પાવાગઢની પરિક્રમા અનોખુ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે આ પરિક્રમા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞની ફળશ્રુતિ સમાન છે. ટોચ ઉપર આવેલા માતાજીના મંદિરની નીચે સુધી ખુણેનશ્વર મહાદેવ મંદિર માતાજીનું શરીર માનવામાં આવે છે. સાથે ભક્તો માતાજીની સંપૂર્ણ પ્રદક્ષિણા કરી શકે તે માટે પરિક્રમાની શરૂઆત પૌરાણિક સમયમાં થયેલી. પરંતુ, કેટલાક વિધર્મી શાસકોના કારણે આ પરિક્રમા બંધ થઈ ગઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.

આ પરિક્રમા હિન્દુ મહિનાના માગશર માસની અમાસથી શરૂ થાય છે અને જે બે દિવસ સુધી ચાલે છે. આ પરિક્રમા વાઘેશ્વરી માતાના મંદિરથી ટપલાવાવ હનુમાન ત્યાથી નારાયણ સ્વામી બાપુ નારાયણ ધામ તાજપુરા ખાતે રાત્રી રોકાણ બાદ સિદ્ધનાથ મહાદેવ મંદિર ધાબા ડુંગરી થઈ પરત વાઘેશ્વરી માતાના મંદિર ખાતે સમાપ્ત થાય છે.

બે દિવસની આ પરીક્રમમાં 44 કીમી જેટલું અંતર કાપવાનુ હોય છે. આ યાત્રાનો લાભ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 6000 લોકોએ એન્ટ્રી કરાવી હતી. પરીક્રમાના આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કલેકટર અમિત અરોરા, વિકાસ અધિકારી અજયકુમાર શાહ સહિત વહીવટી અધિકારીઓ અને જિલ્લા તેમજ અન્ય જિલ્લામાંથી આવેલા પરિક્રમાવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.









ABOUT THE AUTHOR

...view details