ગુજરાત

gujarat

ETV Bharat / state

ટેન્કરમાંથી દુર્ગંધ મારતુ પ્રવાહી ગૌચર જમીનમાં ખાલી કરાયું - panchamahal

પંચમહાલઃ જીલ્લાના હાલોલ તાલુકાના મદાર ગામની સીમમાં ગામની ગૌચર જમીનમાં એક ટેન્કર ચાલક દ્વારા ટેન્કરમાં રાખેલું દુર્ગંધ મારતું લાલ અને કાળા રંગનું પ્રવાહી ખુલ્લી જમીન ઉપર ખાલી કરાયું હતું. ગ્રામજનોને આ બાબતે જાણ થતાં તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઇ ગયો હતો. હાલોલ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ફાઈલ ફોટો

By

Published : Mar 25, 2019, 5:24 PM IST

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલ તાલુકાના મદાર ગામની ખુલ્લી ગૌચરની જમીનમાં એક અજાણ્યોટેન્કર ચાલકટેન્કરમાં રાખેલું દુર્ગંધ મારતું પ્રવાહી ખાલી કરતો જણાયો હતો.ગ્રામજનોએ ગામની ખુલ્લી જગ્યામાં પ્રવાહી કેમ ખાલીકર્યુ તેવું પૂછતાં ચાલકેયોગ્ય જવાબ આપ્યો ન હતો.ટેન્કર ખાલી કરતા પહેલા જ ટેન્કર ચાલકબનાવ સ્થળે ટેન્કર મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગેની જાણ ગ્રામજનોએ હાલોલગ્રામ્ય પોલીસને કરતા પોલીસે પ્રવાહીનાસેમ્પલ લઈ બનાવ અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details