હાલોલઃ પંચમહાલ જિલ્લાના હાલોલમાં બાંધકામના વ્યવસાય કરનાર ઇસમની કારમાંથી રોકડ 45000 રૂપિયાની રકમ ભરેલી બેગ અજાણ્યા ઇસમે ઉઠાંતરી કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલોલમાં કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી, ઘટના CCTVમા કેદ
હાલોલમાં બાંધકામના વ્યવસાય કરનાર ઇસમની કારમાંથી રોકડ 45000 રૂપિયાની રકમ ભરેલી બેગ ઉઠાવી એક ઈસમ ફરાર થઈ ગયો હતો. પોલીસ આ અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હાલોલ નગરમાં રહેતા ડાહ્યાભાઇ પટેલ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બરોડા રોડ વિસ્તારમાં બાંધકામ ચાલતુ હોવાથી તેઓ પોતાની કાર લઇને કારીગરોને કામ સમજાવા ગયા હતા. તે દરમિયાન તેમને પોતાની કાર પાર્ક કરી હતી. જે કારમાં મજૂરોને ચૂકવાની રોકડ રકમ 45000 રૂપિયા ભરેલી નાની બેગ હતી. તે સમયે એક અજાણયા ઇસમે મોકાનો લાભ લઇને કારનો દરવાજો ખોલીને 45000 રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયો હતો.
આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. તેમજ આ મામલે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ગૂનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.