ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં કારમાં બાંધીને લઇ જવાતા 4 ગૌવંશને બચાવાયા

પંચમહાલઃ જિલ્લામાં પશુઓની હેરાફેરી કરનારાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગોધરા-દાહોદ હાઇવે માર્ગ ઉપર આવેલા ગઢચુંદડી ગામ પાસેથી એલસીબી પોલીસે બાતમીને આધારે એક કારમાંથી ખીચોખીચ હાલતમાં દોરડાઓ વડે બાધી રાખેલા ૪ ગૌવંશને બચાવી લીધા હતા.

By

Published : May 11, 2019, 9:10 PM IST

કારમાં બાંધીને લઇ જવાતા ૪ ગૌવંશ

આ મામલે પોલીસે એક ઇસમની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પંચમહાલ જિલ્લામાં પશુઓની હેરાફેરી કરનારાઓ ફરી સક્રીય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. પંચમહાલ પોલીસે અગાઉ પણ કતલખાને જતા ધણા ગૌવંશોને બચાવીને નવજીવન બક્ષયુ છે. ત્યારે ગોધરા એલસીબી પોલીસે ગોધરા-દાહોદ રોડ પાસે આવેલા ગઢચુંદડી ગામ પાસે કતલખાને લઇ જવાના ઇરાદે એક ફોરવ્હીલર કારમા પાછળની સીટના ભાગે ખીચોખીચ અવસ્થામાં દોરડા વડે ક્રુર રીતે બાંધી રાખેલી અવસ્થામાં ચાર જેટલા ગૌવંશને બચાવી લીધા હતા.

આ તમામ બચાવેલા ગૌવંશને ગોધરા પાસે આવેલા પરવડી ગામે આવેલી જીવકલ્યાણ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગૌ તસ્કરોએ ચાર જેટલા ગૌવંશને કારમા ખીચોખીચ રીતે બાંધીને લઇ જવાની મોડસ ઓપરેન્ડી નિષ્ફળ બની જવા પામી હતી. અને થોડા મહિનાઓ પહેલા પણ ગોધરાના કનેલાવ પાસે આવેલા આશારામ આશ્રમના વાછરડાને તસ્કરોએ ગાડીમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આમ ગૌતસ્કરો કારનો ઉપયોગ કરીને ગૌચોરીની વારદાતોને અંજામ આપી રહ્યા છે. આ મામલે એક આરોપીને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનુ પણ જાણવા મળ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details