પંચમહાલ: જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગામે મકાન ધરાશાયી થતા ત્રણ વ્યક્તિના મોત થયા છે. ગત મોડી રાત્રે પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસતા જાંબુઘોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કણજી પાણી ગામમાં 2016-17માં બનાવેલ આવાસ અચાનક ધરાશાયી થઈ જતા ત્રણ વ્યક્તિઓ દબાયા હતા. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી.
પંચમહાલના કણજી પાણી ગામે સરકારી આવાસ ધરાશયી, 3ના મોત
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગામે મકાન ધરાશાયી થતા ત્રણ વ્યક્તિના મોત થયા છે. ગત મોડી રાત્રે પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસતા જાંબુઘોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ ખાબક્યો હતો.
પંચમહાલ
ત્રણ વ્યક્તિ પૈકી એક મહિલા એક પુરુષ અને એક બાળકનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા. ત્રણેય મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.