દેવ ડેમ ના 4 દરવાજા ખોલાતા વડોદરાના 23 ગામોને એલર્ટ પર મુકાયા - ડેમ ના 4 દરવાજા ખોલાયા
પંચમહાલ ભારે વરસાદ પગલે દેવ ડેમ ના 4 દરવાજા ખોલી ડેમ માંથી 3800 ક્યુસેક પાણી હાલ દેવ નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને કાંઠા વિસ્તારમાં આવેલા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લા અને વડોદરા જિલ્લાની સરહદે આવેલા દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. દેવ ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 4 દરવાજા ખોલીને ડેમમાંથી 3800 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું છે. જો કે ,હાલ ડેમની હાલની સપાટી 88.20 મીટરને પાર છે. જ્યારે ડેમનું રુલ લેવલ 88.05 મીટર છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા પંચમહાલ વડોદરા ના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં હાલોલ તાલુકા ના 7 ગામો,વાઘોડિયા તાલુકા ના 19 ગામો, ડભોઇ તાલુકા ના 7 ગામોનો સમાવેશ થાય છે. આ સાથે જ કાંઠા વિસ્તારના લોકો પણ ને એલર્ટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસ માં પડેલ ભારે વરસાદ થી ડેમમાં 253.52.૫૨ ક્યુસેક પાણી ની આવક થઈ હતી.