ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કહેર : પંચમહાલમાં કોરોનાના 23 નવા કેસો નોંધાતા કુલ આંકડો 3011 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો બે લાખની નજીક પહોંચી ગયો છે. ગત 24 કલાકમાં નવા 1420 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,94,402 થઈ છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 7 દર્દીનાં મોત થયા છે.

કોરોના કહેર
કોરોના કહેર

By

Published : Nov 22, 2020, 7:29 AM IST

  • 11 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
  • કોરોના સક્રિય દર્દીઓનો આંક 143 થયો
  • કુલ કેસનો આંક 3011એ પહોંચ્યો

પંચમહાલ: જિલ્લામાં કોવિડ-19 સંક્રમણના 23 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3011 થઈ છે. 11 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલમાં જિલ્લામાં સક્રિય દર્દીઓ 143 રહ્યા છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

કોરોનાને પછડાટ આપી 2747 દર્દીઓ સાજા થયા

નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 18 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 9, હાલોલમાંથી 3 કેસ અને કાલોલમાંથી 6 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2192 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે 5 કેસ મળી આવ્યા છે. હાલોલ ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 3 અને શહેરા ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 819 થઈ છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 11 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 2747 થઈ છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 143 થઈ છે. જેમની સારવાર ચાલી રહી છે.


ABOUT THE AUTHOR

...view details