ગુજરાત

gujarat

ETV Bharat / state

વિશ્વ આદિવાસી દિવસ: આદિવાસી વિદ્યાર્થીઓને બોલાવી સન્માન ન કરાતા હોબાળો

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રવિવારે નવસારીના ચીખલી ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ સાથે અવ્વલ રહેનારા આદિવાસીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિવાસી વિદ્યાર્થીઓની અવગણના કરાતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

World Tribal Day
World Tribal Day

By

Published : Aug 9, 2020, 5:12 PM IST

નવસારી: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નવસારીના ચીખલી સ્થિત દિનકર ભવન ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટિલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા.

દિનકર ભવન ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટિલની અધ્યક્ષતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

આ કાર્યક્રમમાં આદિવાસીઓને પ્રોત્સાહિત કરવા સાથે વિવિધ ક્ષેત્રોમાં આદિવાસી સમાજ અને નવસારીનું નામ રોશન કરનારા આદિવાસી વિરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ આદિવાસી સમાજના ધોરણ 12 સાયન્સમાં 85 ટકા સાથે પ્રથમ રહેનારા વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા ન હતા. જે કારણે વાલીઓ આયોજકો સામે રોષે ભરાયા હતા.

વાલીઓ આયોજકો સામે રોષે ભરાયા

આદિવાસી દિવસ નિમિત્તે જ આદિવાસી વિદ્યાર્થીઓને બોલાવી સન્માન ન કરી તેમનું અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ વાલીઓએ લગાવ્યા હતા. આ દરમિયાન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ઘટના સ્થળે પહોંચી વાલીઓને સમજાવ્યા હતા, તેમજ જાહેરમાં માફી પણ માગી હતી.

આદિવાસી વિદ્યાર્થીઓને બોલાવી સન્માન ન કરાતા હોબાળો

આ સાથે જ વિદ્યાર્થીને મંચ પર બોલાવીને તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી વાલીઓને શાંત પાડ્યા હતા. જ્યારે જિલ્લા પ્રાયોજના વહીવટદારે સંકલનના અભાવે વિદ્યાર્થીઓના નામો બોલવાના રહી ગયા હોવાની વાત સાથે દિલગીરી વ્યક્ત કરી મોટી ભૂલને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો.

કાર્યક્રમમાં આદિવાસી વિદ્યાર્થીઓની અવગણના કરાતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો

ABOUT THE AUTHOR

...view details