કેરીમાં પડી જીવાતUnseasonable Rain: કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી, કેરીમાં પડી જીવાત નવસારીઃ લોકોને મીઠાશ આપતી કેરીમાં જીવાત પડી ગઇ છે. કમોસમી વરસાદના કારણે કેરીમાં જીવાત પડી ગઇ છે. જોકે ખેડૂતોના મોતિયા મરી ગયા છે. કારણે પોતાનું જીવન જ એ પાક પર પ્રસાર કરે છે. ખરાબ કેરી ખેડૂતો માટે ખરાબ પરિસ્થિતિ લાવી છે. આટલી કાળજી લેવા છતાં કુદરત કોપાયમાન થાય તો ખેડૂતોને જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. મોંઢા સુધી આવતા મીઠા સ્વાદને શું ખબર કે અહીંયા પહોંચતા પહેલા કેટલા કડવા અનુભવો થયા છે. ખેડૂતોની મહેનત આ વરસાદે પાણીમાં વહેતી કરી છે. આવનારા સમયમાં સરકાર હાથ પકડે તો સારૂ બાકી એક સમય એવો ન આવે લોકો કેરીની બાગાયત ખેતી કરતા જ ખેડૂતો બંધ થઇ જાય.
ખેડૂતો મુંઝવણમાં:છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેડૂત નો દુશ્મન બની રહ્યો છે. વાતાવરણને લઈને મોટી નુકશાનીનો સામનો ખેડૂતોએ કરવું પડશે. એક તરફ કેરીનો પાક વૃક્ષ પરથી ઉતારવાની તૈયારી છે. બીજી તરફ મોસમનો મિજાજ બદલી રહ્યો છે. વાતાવરણ ખેડૂતોની કમ્મર તોડી રહ્યું છે. ચીકુ વહેલા પાકી ગયા હતા. એમાં જીવાત પડી રહી છે. બીજી તરફ કેરીના પહેલા ફાલમાં ગુણવત્તા બદલાશે. બીજો પાક પરિપક્વ થાય એ પહેલા જ નબળો પડી રહ્યો છે. બીજી તરફ કેરીમાં ફળમાં માખીઓ પણ ઉપદ્રવ વધશે. જેથી કેરીને વ્યાપક નુકસાનની ભીતિ ઊભી થશે. ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.
આ પણ વાંચોઃNavsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે
ક્લાઈમેન્ટ ચેન્જ અસર:બદલાતા જમાના સાથે ક્લાઈમેન્ટ ચેન્જ થઈ રહ્યો છે. જેની સીધી અસર માનવજીવન થી લઈને ખેતીવાડી પર પડી રહી છે. જિલ્લામાં ચીકુ સાથે કેરીની બોલબાલા વધી છે. અહીંયા ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યું છે. ચીકુ વહેલા પાકી જવાથી દિલ્હી કેમ પહોંચશે એ પ્રશ્નો ઉભા થયા છે. કેરીનો પાક પણ પવન અને વાદળોના કારણે ઓછો આવશે એવા એંધાણ વર્તાય રહ્યા છે. જિલ્લામાં કેરીનું ઉત્પાદન 30 હજાર હેકટર અને ચીકુની ઉત્પાદન 16 હજાર હેકટરમાં થઈ રહ્યું છે. આ વખતે પરિણામ બદલાઈ રહ્યું હોય એવું ચિત્ર છે.
ઉકેલ નથીઃગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ નામનો રાક્ષસ વિશ્વને પોતાની લપેટ માં લઇ રહ્યો છે. તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઇ શકી નથી વિશ્વ માત્ર ભાષણ કરી રહ્યું છે. પરંતુ દૂતને રોકવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. પણ પ્રયાસો કારગત નીવડી શકતા નથી. જેને કારણે હવે આપણે ભોગવવાનો વારો આવી ગયો છે. ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી માવઠાથી કેરીના પાકને વિપરીત અસર થઈ છે.
આ પણ વાંચોઃ Navsari News : નીમ કોટેડ યુરિયામાં ભેળસેળ કરીને ખાતર વેચનારનું કૌભાંડ ઝડપાયું, 88.37 લાખનો માલ જપ્ત
કેરીમાં જીવાતઃ આ વાતાવરણ થી કેરી માં જીવાત પડવાની સંભાવના વધુ સેવાઈ રહી છે. જેથી હવે કોઈ પણ ટ્રીટમેન્ટ કરવી મુશ્કેલ છે. બીજી તરફ પવન સાથે વરસેલા વરસાદના કારણે કેરીનું ખરણ પણ વધુ થયું છે. જેથી સરકારે ખેડૂતો તરફ વિશેષ ધ્યાન દોરી પ્રધાનમંત્રી ફસલ વીમા હેઠળ સમાવેશ કરી અને રક્ષિત કરવું જેથી ખેડૂત એનું પ્રીમિયમ ભરો તો બીજી તરફ ચીકુની સિઝન અંતિમ તબક્કામાં હોવાથી આ માવઠાથી ચીકુને પણ ઘણું નુકસાન છે. કારણ કે વરસાદને કારણે ચીકુમાં પણ સડો લાગવાની સંભાવના સિવાય રહી છે. તો બીજી તરફ ચીકુના નાના ફળ પણ પરિપક્વ જલ્દી થવાની શક્યતા છે. જેથી કરીને તેને અન્ય જિલ્લાઓમાં કે રાજ્યોમાં મોકલાવવા નુકસાનકારક સાબિત થઈ શકે છે.