નવસારીના ચીખલી તાલુકાના ખાંભડા ગામે આવેલા વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર કે. સી. પટેલે આદિવાસીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગત દિવસોમાં આદિવાસીઓની રૂઢિગત સભાનો વિરોધ ભાજપના ઈશારે થયાનો આદિવાસીઓએ આક્ષેપ કરીને કે. સી. પટેલના પ્રચારનો વિરોધ શરુ કર્યો હતો. તેમજ ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ હાઇવે નો વિરોધ પણ આદિવાસીઓએ કરતા ભાજપના કાર્યકરો વચ્ચે આમને સામાને આવી ગયા હતા.
BJP ઉમેદવાર કે. સી. પટેલનો નવસારીમાં થયો વિરોધ - NVS
નવસારી: જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામે આવેલા વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર કે. સી. પટેલે આદિવાસીઓના વિરોધનો સામનો કરવો પડ્યો.
સ્પોટ ફોટો
તમામ બાબતને લઈને આદિવાસી સમાજનું એક જૂથ ભાજપાના પ્રચારનો વિરોધ નોંધાવતા મામલો બિચક્યો હતો. જો કે, પોલીસની દરમિયાનગીરીને લઈને ઘર્ષણ શાંત પડ્યું હતું. આ બબાલ થતાં જ SRP જવાનની ટુકડીઓ પ્રચાર સ્થળે તૈનાત કરી દેવામાં આવી હતી. આદિવાસીઓના વિરોધનો જવાબ ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલે આપ્યો હતો. તેમજ અમુક કોંગેસ પ્રેરિત આદિવાસીઓ સમાજને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની વાતો કરી હતી.