- ઉભરાટના કિનારે રેતીની ડમરીઓ ઉડી
- દરિયા અને કિનારા વચ્ચે 0 વિઝિબિલિટી રહી
- વાવાઝોડાની વિકટ સ્થિતિમાં પણ પોલીસ જવાનો ખડે પગે
નવસારી : અરબ સાગરમાં ઉઠેલું તૌકતે વાવાઝોડું નવસારીના દરિયા કિનારેથી પસાર થયા બાદ ફૂંકાઈ રહેલા ભારે પવને તેનું ભયાનક સ્વરૂપ બતાવ્યુ હતું. દરિયા કિનારે રેતીની ડમરી ઉડતા, દરિયા અને કિનારા વચ્ચે 0 વિઝીબિલિટી જોવા મળી હતી.
ઉભરાટના કિનારે તૌકતેનું ભયાનક સ્વરૂપ જોવા મળ્યું આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં જોવા મળી, ભારે પવન સાથે વરસાદનું આગમન
ઉભરાટ કિનારા નજીક રખડતા ઢોરોની પણ સ્થિતિ બની વિકટ
અરબ સાગરમાં ઉઠેલા તૌકતે વાવાઝોડાને પગલે નવસારીના દરિયા કાંઠા સહિત જિલ્લામાં ભારે પવનો ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં જલાલપોર તાલુકાના ઉભરાટ દરિયા કિનારે તૌકતેનું રૌદ્ર રૂપ જોવા મળ્યુ હતું. પવનની તેજ ગતિને કારણે કિનારે રેતીની ડમરીઓ ઉડી હતી. જેના કારણે દરિયા અને કાંઠાની વચ્ચે 0 વિઝીબિલિટી જોવા મળી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદની શરુઆત થતાં વાતાવરણમાં ઠંડક
વાવાઝોડાને પગલે દરિયામાં 10 ફૂટથી ઉંચા મોજા ઉછળ્યા
પવન સાથે ઉડતી રેતીને જોતા જાણે દરિયા કિનારે નહીં પણ રણ પ્રદેશ હોય એવા દ્રશ્યો સર્જાયા હતાં. વાવાઝોડાને પગલે દરિયામાં પણ કરંટ રહ્યો હતો અને 10 ફૂટથી ઉંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે વાવાઝોડાની વિકટ સ્થિતિમાં પણ મરોલી પોલીસના જવાનોએ અડગતાથી પોતાની ફરજ નિભાવી હતી. જ્યારે ભારે પવન અને વરસાદથી ઉભરાટ વિસ્તારમાં ફરતા રખડતા ઢોરો પણ દિવાલ આડે પોતાની રક્ષા કરતા જોવા મળ્યા હતા.