ગુજરાત

gujarat

ETV Bharat / state

બે ધારાસભ્યોની લડાઈમાં શહેરોનો વિકાસ રૂંધાતો હતો - સી.આર.પાટીલ

નવસારી શહેરમાં 10 વર્ષોથી વધુ સમયથી અટકી પડેલા રેલવે ઓવરબ્રિજ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને આજથી ગતિ મળી છે. પરંતુ નવસારી અને વિજલપોર બંને શહેરોનો વિકાસ અગાઉ નવસારી અને જલાલપોરના ધારાસભ્યોની આંતરિક લડાઈને કારણે રૂંધાતો હોવાની ગંભીર બાબત ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર કરતા નગરજનો અચંબો પામ્યાં હતાં. જોકે નવસારી વિજલપોર શહેર એક કરતાં બંને ધારાસભ્યોની લડાઈ હવે બંધ થશે અને વિકાસને ગતિ મળવાની આશા પ્રદેશ પ્રમુખે વ્યક્ત કરી હતી.

By

Published : Jan 22, 2021, 3:11 PM IST

બે ધારાસભ્યોની લડાઈમાં શહેરોનો વિકાસ રૂંધાતો હતો - સી. આર. પાટીલ
બે ધારાસભ્યોની લડાઈમાં શહેરોનો વિકાસ રૂંધાતો હતો - સી. આર. પાટીલ

  • નવસારી ધારાસભ્ય પીયૂષ દેસાઈ અને જલાલપોર ધારાસભ્ય આર. સી. પટેલ વચ્ચેનો વિખવાદ
  • નવસારી અને જલાલપોરના ધારાસભ્યોની આંતરિક લડાઈ પ્રદેશ પ્રમુખે છતી કરી
  • બંને શહેરો એક થતાં હવે લડાઈ પણ પૂરી
  • ધારાસભ્યોના આંતરિક વિખવાદમાં સરકારી યોજનાઓ રહેતી હતી અધુરી

    નવસારીઃ નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરમાં પાણી પુરવઠા યોજના માટે નવસારીના દુધિયા તળાવમાં પાણી લાવી, ત્યાંથી પાણી વિજલપોરના ચંદન તળાવ સુધી પહોંચાડવાની પાઇપ લાઇન જીયુડીસીએ નાંખી હતી. જેમાં વિજલપોરને નહેરમાંથી પીવાનું પાણી નવસારી થઈને મળવાનું હતું. જ્યારે વિજલપોર નગર પાલિકાની ગટર યોજનાના પાઇપ નવસારી શહેરમાંથી પસાર થવાની હતી. પરંતુ નવસારીએ મંજૂરી નહીં આપતા ગટર યોજના પણ ખોરંભે ચઢી હતી.
નવસારી અને જલાલપોરના ધારાસભ્યોની આંતરિક લડાઈ પ્રદેશ પ્રમુખે છતી કરી
  • નવસારી અને જલાલપોર એમએલએની આંતરિક લડાઈ જાહેર થઈ

વિજલપોરની પાણી અને ગટર યોજના નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલની આંતરિક લડાઈને કારણે અટવાયા હોવાનો ગંભીર ઘટસ્ફોટ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે જાહેર મંચ પરથી કરતા બંને શહેરોના આગેવાનો અને નગરજનો અચંબિત થયાં હતાં. સાથે જ હવે બંને શહેરો એક થતાં હવે વિકાસના કામોને વેગ મળવા સાથે જ નવસારીની મહાનગરપાલિકા બનવાની મહેચ્છા પણ વહેલી પૂર્ણ થશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details