ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરમતી આશ્રમથી સ્વાસ્થયાગ્રહના સંદેશ સાથે નીકળેલી 'સવાયો ગુજરાતી દાંડી યાત્રા' દાંડી પહોંચી - news in e Dandi Yatra

અંગ્રેજોની સલ્તનતમાંથી ભારતને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિ અવસરે અમદાવાદના સાબરમતી આશ્રમથી 440 કિમીની સ્વાસ્થાગ્રહના સંદેશ સાથે નીકળેલી સવાયો ગુજરાતી દાંડી યાત્રા શુક્રવારે નવસારીના ઐતિહાસિક દાંડી પહોંચી હતી. જ્યાં સાયકલીસ્ટોએ મહાત્માની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

dandi
નવસારી

By

Published : Oct 3, 2020, 7:17 AM IST

નવસારી: અંગ્રેજોની સલ્તનતમાંથી ભારતને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતિ અવસરે અમદાવાદના સાબરમતી આશ્રમથી 440 કિમીની સ્વાસ્થાગ્રહના સંદેશ સાથે નીકળેલી સવાયો ગુજરાતી દાંડી યાત્રા શુક્રવારે નવસારીના ઐતિહાસિક દાંડી પહોંચી હતી. જ્યાં સાયકલીસ્ટોએ મહાત્માની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વર્ષ 1930માં અંગ્રેજોએ મીઠા પર લગાવેલા કરનો સવિનય ભંગ કરવા મહાત્મા ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના ઐતિહાસિક દાંડી સુધી 81 પદયાત્રીઓ સાથે દાંડી કૂચ કરી, ભારતની આઝાદીનું પ્રથમ પગથિયું ચઢ્યા હતા. ગાંધીની દાંડી કૂચ ઇતિહાસના પાના પર અંકિત થઈ અને આજે આઝાદીના 73 વર્ષો બાદ પણ ભારતવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે, ત્યારે મહાત્મા ગાંધીજીની 151 મી જન્મ જયંતિ અવસરે અમદાવાદના સાબરમતી આશ્રમથી સીમ્બાલિયન ગ્રુપના 32 સાયલકલીસ્ટો સવાયો ગુજરાતી દાંડી યાત્રા લઈને નવસારીના ઐતિહાસિક દર્દીના મીઠાના સત્યાગ્રહ સ્મારક પહોંચ્યા હતા. જ્યાં સાયકલીસ્ટોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમા આગળ સુતરની આંટી અર્પણ કરી બાપુને વંદન કર્યા હતા.

જ્યારે નવસારીના ભાજપી અગ્રણી પ્રેમચંદ લાલવાણી અને અન્ય આગેવાનોએ સાયકલીસ્ટોનું સ્વાગત કર્યું હતું તથા ગાંધીના રૂપમાં રાજેશ ભટ્ટે સાયકલીસ્ટોને આવકારી કોરોના કાળમાં જેમ ગાંધી સૌની ચિંતા કરતા હતા, એમ બધા સોશિયલ ડિસ્ટન્સ જાળવે, મોઢે માસ્ક પહેરે અને વારંવાર હેન્ડ સેનેટાઈઝ કરી કોરોનાને હરાવે એવી આશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details