નવસારી: ગ્રહોથી ભરેલા અવકાશમાં લાખોની સંખ્યામાં સુક્ષ્મ ગ્રહો મંગળ અને ગુરૂ ગ્રહની ફરતે ભ્રમણ કરતા હોય છે, પરંતુ ઘણીવાર આ સુક્ષમ ગ્રહો પોતાની ભ્રમણ કક્ષાથી ભુલા પડી જાય છે અને પૃથ્વી તરફ અથવા અવકાશમાં ફરતા રહે છે. જેમાંથી 11 સુક્ષ્મ ગ્રહો (એસ્ટ્રોઈડ્સ)ને કોરોના કાળના લોકડાઉન દરમિયાન નવસારીના સુરેશ પારેખ અને તેમના સાથી મિત્રો દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. જેને લઈને સુરેશ અને તેની ટીમને નાસાએ પ્રમાણપત્ર સાથે સીટીઝન સાયન્ટિસ્ટના બિરૂદથી નવાજ્યા છે. જે નવસારી સહિત ગુજરાત માટે ગૌરવની બાબત છે.
સુરેશે અવકાશમાંથી સુક્ષ્મ ગ્રહો શોધવા સાથે જ અન્ય વેબીનાર અને ઓનલાઈન સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રમાણપત્રો મેળવ્યા સૌર મંડળમાં ભ્રમણ કરતા મંગળ અને ગુરૂ ગ્રહોની આસપાસ લાખોની સંખ્યામાં નાના-મોટા સુક્ષ્મ ગ્રહો (એસ્ટ્રોઈડ્સ) ભ્રમણ કરતા હોય છે. જેમાંથી ઘણા સુક્ષ્મ ગ્રહોને શોધવા માટે અમેરિકન અવકાશ સંસ્થા નાસાની પેટા સંસ્થાઓ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલોબ્રેશન એન્ડ પાન સ્ટાર્સ ઝુંબેશ ચલાવે છે. જેમાં નવસારીના BSc ફિઝીક્સના વિદ્યાર્થી સુરેશ અંબરીશ પારેખ અને તેમના સહપાઠી વૈભવ ત્રિવેદીએ કોરોના કાળના લોકડાઉન દરમીયાન એપ્રીલથી જૂન મહિનામાં રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સુક્ષ્મ ગ્રહોને શોધવાની બે ઝુંબેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી એક ઝુંબેશમાં 5 સાથીઓએ ભાગ લીધો હતો. જેમાં IASC દ્વારા તેમને ફાળવવામાં આવેલા વિશેષ સોફ્ટવેર અને એસ્ટ્રોઈડ્સ શોધવાના ફોટાઓનું વિશ્લેષણ કરી, 50 સુક્ષ્મ ગ્રહો (એસ્ટ્રોઈડ્સ) જેવા ઓબજેક્ટ્સ શોધીને મોકલ્યા હતા, જેમાંથી 11 ગ્રહો (એસ્ટ્રોઈડ્સ) હોવાનું નાસાએ પ્રમાણિત કરી સુરેશ પારેખ અને તેમની ટીમને પ્રમાણપત્ર આપવા સાથે જ સીટીઝન સાયન્ટિસ્ટના બિરૂદથી નવાજ્યા છે.
સુરેશ અને તેમની ટીમ દ્વારા શોધવામાં આવેલા 11 સુક્ષ્મ ગ્રહોને હાલ પ્રોવિઝનલ નામો આપવામાં આવ્યા છે સુરેશ અને તેમની ટીમ દ્વારા શોધવામાં આવેલા 11 સુક્ષ્મ ગ્રહોને હાલ પ્રોવિઝનલ નામો આપવામાં આવ્યા છે. જ્યારે નાસાના વૈજ્ઞાનિકો 11 સુક્ષ્મ ગ્રહોની ભ્રમણ કક્ષાએ સાથે જ તેના પર કઈ કઈ પ્રોપર્ટીઝ છે, એનું રેડિયો ઇમેજીસથી સંશોધન કરશે. આ સુક્ષ્મ ગ્રહો પર સોનુ, ચાંદી, લોખંડ, હીરા જેવી પ્રોપર્ટીઝ પણ હોય શકે છે અને સંશોધનમાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે છે. જે બાદ આ સુક્ષ્મ ગ્રહોને સુરેશ અને તેમની ટીમના સભ્યોના નામે અથવા તેઓ જે નામો આપવા ઈચ્છે એ નામો આપી શકશે.
સુરેશને તેનું લક્ષ્ય પ્રપ્ત કરવા માટે તેની માતાએ પ્રોત્સાહિત કર્યો સ્પેસ સાયન્સમાં કરિયર બનાવવા માંગતા સુરેશ ભારતના મિસાઈલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામથી પ્રેરિત છે. જ્યા કોરોના કાળમાં શાળા-કોલજો બંધ હોવાથી વેકેશન અનુભવતા વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને ગેમ્સમાં સમય સાર કઈ છે, ત્યાં સુરેશને તેનું લક્ષ્ય પ્રપ્ત કરવા માટે તેની માતાએ પ્રોત્સાહિત કર્યો હતો. જેના કારણે સુરેશે અવકાશમાંથી સુક્ષ્મ ગ્રહો શોધવા સાથે જ અન્ય વેબીનાર અને ઓનલાઈન સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રમાણપત્રો મેળવ્યા છે. જ્યારે નાસા તરફથી મળેલા સીટીઝન સાયન્ટિસ્ટના બિરૂદને લઇ તેના માતા-પિતા ગૌરવ અનુભવી રહ્યા છે.
નાસાએ આપ્યું સીટીઝન સાયન્ટિસ્ટનું બિરૂદ અવકાશમાં ભુલા પડતા આવા સુક્ષ્મ ગ્રહોને શોધવા માટે નાસા દ્વારા સમયાંતરે ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેમાં વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં નવસારીના સુરેશ પારેખ સહિતના વિદ્યાર્થીઓ અવકાશ વિજ્ઞાનમાં નવી કેડી કંડારી રહ્યા છે.
અવકાશમાં ભૂલા પડેલા એસ્ટ્રોઈડમાંથી 11 નવસારીના સુરેશ અને ટીમે શોધ્યા