આ વિદ્યાર્થી હર્ષ આગામી 7 તારીખે અન્ય એક પરીક્ષાની તૈયારીમાં લાગ્યો હતો. જેની તૈયારીઓ માટે શુક્રવારે પણ તે ટ્યુશન કલાસમાં હાજર હતો, પણ જાણે કુદરત તેની સાથે હોય તેમ આ ઘટના બનતા જ તે કૂદી પડ્યો હતો. થોડી ઇજા પણ થઈ હતી. હર્ષના સમાચાર સાંભળી માતા-પિતા પણ દોડી આવ્યા હતા. પોતાના વહાલસોયા બાળકને જોઈ હાશકારો મેળવ્યો હતો.
સુરત અગ્નિકાંડમાં જીવનદાન પામનારા હર્ષની કહાણી, હર્ષની જુબાની...
સુરતઃ શુક્રવારે સુરતમાં બનેલી દર્દનાક ઘટનામાં કેટલાક જીવનદાન પામેલા વિદ્યાર્થીઓમાંના સુરતના હર્ષ નામના વિદ્યાર્થીએ મહામહેનતે જે.ઈ.ઈ ની પરીક્ષા આપી હતી. જેમાં દેશભરમાં તેણે 85મો ક્રમાંક મેળવ્યો હતો.
સુરતમાં ઈજાગ્રસ્ત હર્ષ જે દુર્ઘટના ઘટી તે યાદ કરી હચમચી ઉઠે છે
પિતાને પરીક્ષા નહીં આપી શકવાનું કોઈ દુઃખ નથી, પરંતુ ખુશી એ વાતની હતી કે, હર્ષ તેમની નજર સામે હેમખેમ કુશળ હતો. વાત કરીએ હર્ષની, તો હર્ષ ભલે ઈજાગ્રસ્ત થયો પણ જે દુર્ઘટના તેની નજર સામે ઘટી તે યાદ કરી હજુ પણ હર્ષ હચમચી ઉઠે છે.