ગુજરાત

gujarat

ETV Bharat / state

ચીખલીમાં પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડી આપમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપમાં બળવો જોવા મળી રહ્યો છે. જેમાં ચીખલી તાલુકાના કુકેરી, રાનવેરીકલ્લાના ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓએ બળવો કરી ઝાડું પકડ્યું છે. જિલ્લા પંચાયતની 14 કુકેરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, નવસારીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતા આવ્યા છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા
ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા

By

Published : Feb 15, 2021, 2:23 PM IST

  • ભાજપે પેજ સમિતીને પાર્ટીના અણુ બોમ્બ ગણાવ્યા હતા
  • 14 કુકેરી બેઠક પરથી ભાજપી કાર્યકરે આપમાંથી ઉમેદવારી નોંધાવી
  • ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપ્યાના આક્ષેપો

નવસારી : ગુજરાતમાં 182 વિધાનસભા સર કરવા ભાજપના પ્રદેશ પ્રમુખે પેજ સમિતીને બ્રહ્માસ્ત્ર લેખાવી હતી. સાથે જ આધુનિક યુગનો અણુબોમ્બ ગણાવી, કોંગ્રેસને પરાસ્ત કરવાની ઘોષણા કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપી ઉમેદવારોના નામો જાહેર થતાની સાથે જ ભાજપના અણુબોમ્બમાં રાસાયણિક ગડબડ થવા માંડી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયતની 14 કુકેરી બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા પ્રકાશ પટેલને જ ફરી ચૂંટણી મેદાનમાં ઉતારતા વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. જેથી ભાજપના નિર્ણયથી નારાજ કુકેરી બેઠકમાં સમાવિષ્ટ રાનવેરીકલ્લાના 10થી વધુ પેજ પ્રમુખોએ પેજ સમિતીમાંથી પોતાની સમિતિના સભ્યો સાથે રાજીનામાં ધરી કમળને બદલે ઝાડુ પકડયું છે. સાથે જ રાનવેરીકલ્લાના સતીષ પરમારે આમ આદમી પાર્ટીમાંથી 14 કુકેરી બેઠક પરથી આજે ઉમેદવારી નોંધાવી છે.

પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓએ ભાજપનો સાથ છોડ્યો
પેજ સમિતિના બળે ચૂંટણી લડવાની આશા પરંતુ પેજ પ્રમુખો જ નારાજ

ભાજપ દ્વારા વિધાનસભા પૂર્વે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા પેજ સમિતિની રણનીતિ અપનાવી હતી. પેજ સમિતિ બન્યા બાદ પેજ પ્રમુખોને ભાજપ દ્વારા આઇડી કાર્ડ આપવામાં આવ્યા હતા. જોકે, ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપના પાયાના પથ્થરો એવા પેજ પ્રમુખો અને તેમની સમિતિના કાર્યકર્તાઓમાં નારાજગીને કારણે પેજ સમિતિઓમાંથી રાજીનામા પડ્યા છે, સાથે જ આપમાં જોડાઈ, ભાજપને હરાવવાની તૈયારી કરી છે.

ABOUT THE AUTHOR

...view details