દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર ગુજરાત ભરમાં મેઘરાજા મન મૂકી વર્ષી રહ્યા છે. ત્યારે હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગતરાત્રીથી નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત વર્ષી રહેલ વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા.
ભારે વરસાદથી મહારાષ્ટ્રનો રેલ વ્યવહાર ખોરવાયો, નવસારીમાં અટવાયા મુસાફરો
નવસારીઃ ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના પાલઘર નજીક રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેની અસરને લઇ નવસારી ,બીલીમોરા ખાતે મુસાફરો અટવાયા હતા. આથી બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે સુરત વિરાર પેસેન્જર ,ગુજરાત એક્સપ્રેસ ,બિકાનેર એક્સપ્રેસ ,સુરત મેમુ ટ્રેન ,સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જેવી ટ્રેનો લેટ ચાલી રહી છે. જેના કારણે નવસારી ,બીલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે હજારો મુસાફરો અટવાયા હતા.
ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો
જ્યારે ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના પાલઘર નજીક રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેની અસરને લઇ નવસારી ,બીલીમોરા ખાતે મુસાફરો અટવાયા હતા.