નવસારી: જિલ્લામાં કોરોનાના વધતા વ્યાપને જોતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો થઇ રહ્યાં છે. જેમાં પણ સુરત આવન-જાવન કરતા લોકોને વિશેષ સાવચેતી રાખવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લામાં જુલાઈના પ્રથમ દિવસે જ કોરોનાના 19 પોઝિટિવ કેસો સામે આવ્યાં હતાં. જેમાં ઘણાની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત હોવાનું સામે આવ્યું છે, તો કેટલાક લોકલ ટ્રાન્સમિશનના કેસો છે.
- નવસારી જિલ્લા કલેકટરના પીએ કોરોના પોઝિટિવ
- જુલાઈના પ્રથમ દિવસે કોરોનાના 19 પોઝિટિવ કેસ નોંંધાયા
- કોરોનાના કેસમાં વધારો થતો આરોગ્ય તંત્ર દોડતું થયું