કલેકટરના જાહેરનામાની અવગણના કરીને ભાટ ગામના 5જેટલા યુવાનો માછીમારી કરવા દરિયો ખેડવા ગયા હતા. ત્યારે ભારે વરસાદ અને પવન વચ્ચે હોળી પલ્ટી જતાં આ બનાવ બન્યો હતો. જેમાં ત્રણ જેટલા માછીમારો પરત બહાર આવવામાં સફળ રહ્યા હતા, જ્યારે અન્ય બે માછીમારોનો હજુ સુધી કોઈ ભાળ મળી નથી.જિલ્લા તંત્ર દ્વારા બે માછીમારોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે માછીમાર યુવકો ગુમ થયા છે, તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડયું છે અને સમગ્ર ગામ ચિંતાગ્રસ્ત બન્યું છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ઘટનાને લઇ દોડતું થયું હતું. જયારે ઘટના સ્થળે રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા ગતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ભાટ ગામે દરિયામાં માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી બે યુવાનો લાપતા - દરિયામાં માછીમારી
નવસારી: દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ત્યારે નવસારી જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.નવસારી જિલ્લાના ભાટ ગામે દરિયામાં માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી બે યુવાનો લાપતા થયા હતા.હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને લઇ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી હતી.
દરિયામાં માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી બે યુવાનો લાપતા
મળતી માહીતી મુજબ જે યુવાનો ગુમ થયા છે તેમના નામ આ પ્રમાણે છે.1: 32 વર્ષીય વિરલ રમેશભાઈ ટંડેલ અને 18 વર્ષીય ફેનીલ ગિરીશ ટંડેલ. આ સાથે જે જે યુવાનો પોતાનો જીવ બચાવી પરત ફર્યા છે તેમાં
યશવંત વલ્લભભાઈ ટંડેલ,મયંક અમૃતભાઈ ટંડેલ,કલ્પેશ ભરત ડાભી,જૈમીત મનહર ટંડેલનો સમાવેશ થાય છે.