નવસારી : અબ્રામા રહેતી વિધર્મી યુવતીના મૃત્યુ મામલે ખેરગામ રહેતા તેના પ્રેમી યુવકે યુવતીના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીને મારીને દાટી દીધી હોવા આક્ષેપ સાથે યુવકે સુરત રેન્જ આઈજીને અરજી કરી હતી. તેને લઈને તપાસનો રેલો નવસારી જિલ્લા પોલીસ સુધી પહોંચ્યો હતો. જેમાં કોર્ટના આદેશથી ગઈકાલે જલાલપોર પોલીસ અને પ્રાંતની હાજરીમાં યુવતીનો દફનાવેલો મૃતદેહ કાઢીને સુરત સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમમાં તારણ :આ બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં એક 19 વર્ષીય છોકરીનું મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ આવ્યું હતું. જેનું પોસમોટમ સાવરે 9 વાગ્યેથી 1:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. જે અમારા ફોરેન્સી અને રેસીડેન્સ ટીમે કર્યું છે. જેમાં મૃતદેહના બાહ્ય અને આંતરિક ઈજાઓ મળી આવ્યા નથી પરંતુ એક નિશાન મળી આવ્યું છે. તે દોરીનું નિશાન કે જણાય છે. આ કેસ અમે ફોરેન્સી માટે મોકલી આપવામાં આવ્યો છે. સાથે જ નૈન્સના ક્લિપિંગ્સ મોકલવામાં આવ્યા છે. જો કોઈ સાથે ઝઘડો થયો હશે ઘણી વખત નાખુનોમાં બ્લડ મળી આવતું હોય છે. જે પ્રુફ કરવા માટે મોકલવામાં આવ્યો છે અને ગળામાં જે નિશાનો મળી આવ્યા છે. એટલે કે કહી શકાય છે કે, યુવતીએ આત્મહત્યા કરી છે.
આ પણ વાંચો :Students Suicide Rate : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કેસના ચોંકાવનારા આંકડા કોંગ્રેસે જાહેર કર્યા