સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી પોર્ટ ઉપર ફિશિંગ કરવા 7 મહિના અગાઉ ગણદેવી મેધરભાટના 5 ખલાસીઓ ગયા હતા. જેમાં મગન રામજીભાઈ ટંડેલ, દિનેશ રામજીભાઈ ટંડેલ, ચંપક કાનજીભાઈ ટંડેલ, રાજેશ કાંતિભાઈ ટંડેલ અને રાજેશ ગૌરીશંકર ટંડેલનો સમાવેશ થાય છે. તેઓ ગત તા.31 મી ડિસેમ્બર 2018થી ક્રમશઃ અબુધાબી પહોંચ્યા હતા. અને જારોમ રાશેદ અલી અલ હસીબ અલ ઝાબીની એ. ડબલ્યુ.21 - 32 નંબરની ફીશિંગ બોટ ઉપર માછીમારી કામ શરૂ કર્યું હતું. જ્યાં તેઓએ 2 ફિશીંગ ટ્રીપ સફળતા પૂર્વક પાર પાડી લાખો રુપયાની કમાણી કરી આપી હતી. તેમ છતાં પણ બોટ માલિકે યેનકેન પ્રકારે મહેનતાણું કે તેમનો હિસ્સો ચૂકવ્યો ન હતો. મહેનતાણું ન મળતા તેઓ અને તેના પરિજનો માટે પણ પૈસા ન મોકલી શકાતા તેઓના પરિવારની હાલત પણ દયનીય બની ગઈ હતી.
અબુધાબીમાં ફસાયેલા માછીમારોની વ્હારે આવ્યા સાંસદ, તમામ ખલાસી વતન પરત ફરશે - gujarati news
નવસારી: જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામેથી 7 મહિના અગાઉ અખાતી દેશ અબુધાબીમાં માછીમારી માટે ગયેલા 5 ખલાસીઓ દયનિય હાલત સાથે કફોડી સ્થિતિમાં મુકાયા છે. જે ઘટનામાં વિદેશ મંત્રાલય અને નવસારી સાંસદ સી.આર.પાટીલના અથાગ પ્રયત્નોથી નજીકના દિવસમાં જ બધા જ માછીમારો પોતાના માદરે વતન પરત ફરશે. જેને લઇને માછીમારોના પરિવાર માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
દરમિયાન ગત તા. 1/5/2019ના રોજ અબુધાબીમાં માછીમારીની સીઝન પૂર્ણ થતાં કામકાજ બંધ થયું હતું. તેમ છતાં સ્વદેશ પરત ફરવાની મંજૂરી પણ આપવામાં આવી ન હતી. ત્યાર બાદ તેઓએ સ્થાનિક પોલીસમાં અરજી કરતા પોલીસે પાસપોર્ટ અપાવ્યા હતા.જે બાદ ત્રણ સપ્તાહ અગાઉ ગત તા.21/6/2019ના રોજ તેઓ એ સ્વદેશ પરત ફરવા શારજહાથી સુરતની કન્ફરમેશન ટિકિટ કરાવી હતી. પરંતુ, ફ્લાઇટ પકડવા એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં તેમના બોટ માલિકે તેમના ઉપર કેસ કરી દેતા એરપોર્ટે કલિયરન્સના અભાવે સ્વદેશ આવી શક્યા ન હતાં. તેઓએ પોતાની આપવીતી પરિવારજનોને જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. જેને પગલે મૅધર ભાટ ગામના અગ્રણી ઠાકોર ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય મથુરભાઈ ટંડેલ અને તમામ ખલાસીઓના પરિવારજનોએ સાંસદ સી.આર. પાટીલની સાથે મુલાકાત લઈ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
બોટ માલિકે મહેનતાણું તો ન ચૂકવ્યું પણ સાથે સાથે સ્વદેશ પરત ફરતા અટકાવતા તેઓ દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા હતાં. તેમના પરિવારજનો એ મદદના પોકાર સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલને 4 દિવશ પહેલા જ ટહેલ નાખી હતી. જેને લઇ સાંસદ સી.આર.પાટીલના અથાગ પ્રયત્નોથી આ તમામ 5 ખલાસીઓ પોતાના માદરે વતન પહોંચશે. સાંસદે 4 દિવસ પહેલા ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધી તમામ 5 ખલાસીઓને સ્વદેશ પરત લઇ આવવાનો દિલાસો આપ્યો હતો. જે પ્રયત્નો સફળ થતા વિદેશ મંત્રાલય અને નવસારી સાંસદ સી.આર.પાટીલના પ્રયત્નોથી નજીકના દિવસમાં પોતાના માદરે વતન માછીમારો આવી પહોંચશે. જેને લઇને માછીમારોના પરિવાર માટે ખુશીના સમાચાર આવ્યા છે.