ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં ભગવાન સ્વામિનારાયણ 15 જૂન સુધી રહેશે સેલ્ફ ક્વોરેન્ટાઇન

કોરોના મહામારીમાં જાહેર કરાયેલા લોકડાઉનમાં બંધ થયેલા મંદિરો અનલોક-1માં 8 જૂનથી શરતોને આધીન ખુલશે. જેથી કોરોના કાળમાં સેલ્ફ ક્વોરેન્ટાઇન થયેલા ભગવાન 8 જૂનથી ભક્તોને દર્શન આપશે. પરંતુ કોરોનાના વધતા કેસોથી ચિંતિત બીએપીએસના સંતોએ હરિભક્તોની સુરક્ષાની ચિંતા કરી, સ્વામિનારાયણ મંદિરો 15 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે ભક્તો શ્રીહરિના દર્શન ઓનલાઈન કરી શકશે.

ભગવાન સ્વામિનારાયણ 15 જૂન સુધી રહેશે સેલ્ફ ક્વોરોન્ટાઇન
ભગવાન સ્વામિનારાયણ 15 જૂન સુધી રહેશે સેલ્ફ ક્વોરોન્ટાઇન

By

Published : Jun 7, 2020, 1:25 PM IST

નવસારી: કોરોના મહામારીમાં જાહેર કરાયેલા લોકડાઉનમાં બંધ થયેલા મંદિરો અનલોક-1માં 8 જૂનથી શરતોને આધીન ખુલશે. જેથી કોરોના કાળમાં સેલ્ફ ક્વોરેન્ટાઇન થયેલા ભગવાન 8 જૂનથી ભક્તોને દર્શન આપશે. પરંતુ કોરોનાના વધતા કેસોથી ચિંતિત બીએપીએસના સંતોએ હરિભક્તોની સુરક્ષાની ચિંતા કરી, સ્વામિનારાયણ મંદિરો 15 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે ભક્તો શ્રીહરિના દર્શન ઓનલાઈન કરી શકશે.

ભગવાન સ્વામિનારાયણ 15 જૂન સુધી રહેશે સેલ્ફ ક્વોરોન્ટાઇન

કોરોના રાક્ષસથી ભક્તોને બચાવવા લોકડાઉનમાં ભગવાન પણ સેલ્ફ ક્વોરોન્ટાઇન થયા હોય એવી સ્થિતિ બની હતી. બે મહિનાથી વધુ સમયથી ભગવાનના દર્શન ન થઈ શકતા ભક્તો પણ મંદિરો ખુલે એની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે કોરોના સાથે જીવવાનું જરૂરી દેખાઈ રહ્યુ છે, ત્યારે સરકારે લોકડાઉન 5ને અનલોક 1 ગણાવી 8 જૂનથી શરતોને આધીન મંદિરોને ખોલવાની મંજૂરી આપી છે. ત્યારે ભારતના મોટા ભાગના મંદિરોના દરવાજા ભક્તો માટે ખુલશે, જેની મંદિરો દ્વારા તૈયારી પણ કરવામાં આવી રહી છે.

પરંતુ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાનના નવસારીના ગ્રીડ સ્થિત ગુજરાતના પ્રથમ સંપૂર્ણ આરસથી નિર્મિત ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરના દરવાજા 8 જૂને હરિભક્તોના દર્શનાર્થે નહીં ખુલે. કોરોનાના વધતા કેસો અને મંદિરમાં હજારોની સંખ્યામાં આવતા હરિભક્તોની સુરક્ષાને ધ્યાને લઇ, સંસ્થાન દ્વારા 15 જૂન સુધી મંદિર નહીં ખોલવાનો નિર્ણય લેવાયો છે. તેમ છતાં પણ મુખ્ય સંતોના આદેશાનુસાર મંદિર ખોલવા અંગે નિર્ણય લેવાશે. જોકે હરિભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણની સવાર અને સાંજની આરતીના ઓનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details