નવસારી જિલ્લાના અંતરિયાળ ગણાતા ઉનાઈ ગામથી ગોધરા તરફ જતા ખેરના લાકડાનો વેપલો એલસીબી પોલીસે ઝડપ્યો છે, સાથે બે આરોપીને પણ ઝડપીને સમગ્ર રેકટનું પગેરું શોધવાની ગતિવિધિઓ તેજ કરી છે. જિલ્લાના ઉનાઈ ગામેથી ૩ લાખ 20 હજારની કિંમતના ખેરના લાકડાઓ ગેરકાયદેસર રીતે સપ્લાય થવાની બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી ભુલાફળિયા ગામ પાસે ટ્રકને ઝડપી પડ્યો હતો.
LCBએ ખેરના લાકડાનો ગેરકાયદેસર વેપલો ઝડ્પ્યો, 9 લાખનો મુદ્દામાલ જપ્ત
નવસારી: જંગલ વિસ્તાર તરફ આવેલા ગામડાઓમાંથી ગેરકાયદેસર લાકડાઓ કાપીને વેપલો કરવાનો કારોબાર છે, જેને રોકવા માટે વન વિભાગ સાથે સ્થાનિક પોલીસ પણ કાર્યરત હોય છે અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી રહી છે.
LCBએ ખેરના લાકડાનો ગેરકાયદે વેપલો ઝડ્પ્યો, 9 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
લાકડાની પરવાનગી વગર બે ઈસમો ગોધરા તરફ ટ્રકમાં ભરેલા ૧૦ ટન જેટલા ખેરના લાકડાઓ લઇ જતા હતા, પરંતુ આ તમામ ગેરકાયદેસર વેપલો પોલીસે ઝડપ્યો છે. ૩ લાખથી વધુના લાકડા અને ટ્રકના ૬ લાખ મળીને ૯ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.