નવસારી જિલ્લાની જીવાદોરી સમાન કેલિયા ડેમની જળ સપાટી 111,95 મીટર પહોંચી હતી. જેની ઓવરફ્લો સપાટી 113,40 મીટર થતા પાણીની આવક 1307 ક્યુસેક જેટલી થઇ છે. જ્યારે જૂજ ડેમની જળ સપાટી 167,50 મીટરે પહોંચી હતી. તેમજ ઓવરફ્લો સપાટી 167,85 મીટર થતા પાણીની આવક 1500 ક્યુસેક જેટલી નોંધાઈ છે.
વાંસદા તાલુકામાં જીવાદોરી સમાન જુજ ડેમ થયો ઓવરફ્લો, કેલિયા ડેમની જળ સપાટીમાં વધારો
નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી અને આહવા-ડાંગમાં વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તર વધવાની સાથે ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. લોકોને સારો એવો વરસાદ થતા રાહત થઇ હતી. આ ઉપરાંત ગામના લોકોને વરસાદના પગલે કાળજી રાખવાની ચેતવણી આપી હતી.
વાંસદા તાલુકામાં જીવાદોરી સમાન જુજ ડેમ થયો ઓવરફ્લો, કેલિયા ડેમની જળ સપાટીમાં વધારો
જેને લઇ નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા ,કાવેરી નદીમાં સ્તર વધતા જિલ્લાના વાંસદા, ચિખલી, ગણદેવી તાલુકાના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા 23 ગામોના લોકોને નદી કિનારા નજીક ન જવાની ચેતવણી પણ આપવમાં આવી છે.