નવસારી શહેરમાં સ્વેચ્છાએ પોતાની દુકાન વિરોધને લઈને બંધ રાખી નવસારી સૌરાષ્ટ્રના પાલીતાણામાં શેત્રુંજય તીર્થ પર આવેલા જૈન મંદિરો સમગ્ર જૈનોનું આસ્થાનું કેન્દ્ર છે અને આ તીર્થ પર વર્ષોથી જૈન સાધુ સંતો પણ અહીં વસવાટ કરે છે અને પોતાની ભક્તિમાં લીન રહે છે જૈનોના આ પવિત્ર તીર્થ પાલીતાણામાં અસામાજિક તત્વો દ્વારા શેત્રુંજય તીર્થ પર મંદિરોમાં તોડફોડ અને સાધુ સંતો સાથે મારપીટ ( Protest over atrocities on Jain monks in Palitana ) કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવતા નવસારી જૈન સમાજમાં પણ આક્રોશ (Jains of Navsari protest by keeping shops closed )જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો પાલિતાણામાં તોડફોડથી રોષે ભરાયેલા જૈન સમાજે કામધંધા બંધ રાખી સુરેન્દ્રનગરમાં રેલી કાઢી
દુકાનો બંધ રાખી વર્ષોથી નવસારીમાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો વસવાટ કરે છે. પવિત્ર તીર્થ પાલીતાણામાં અસામાજિક તત્વોના ત્રાસનો ( Protest over atrocities on Jain monks in Palitana ) આક્રોશ નવસારીના જૈન સમાજમાં પણ જોવા મળ્યો છે. આજે નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર એસોસિએેશન (NMMA) દ્વારા નવસારી શહેરમાં સ્વેચ્છાએ પોતાની દુકાન વિરોધને લઈને બંધ (Jains of Navsari protest by keeping shops closed )રાખી હતી.
આ પણ વાંચો શેત્રુંજી પર્વત પર મંદિરને લઈને વિવાદ, સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નહીં કે જમીન કોની?
સમગ્ર જૈન વેપારીઓ અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં નવસારી ખાતે આવેલા આશાપુરી માતાજીના મંદિરે ભેગા થઈ પાલીતાણામાં જૈન તીર્થ પર થતા હુમલા રોકવા ( Protest over atrocities on Jain monks in Palitana ) માટે સૂત્રોચાર સાથે વિરોધ (Jains of Navsari protest by keeping shops closed ) નોંધાવ્યો હતો. પાલીતાણામાં અસામાજિક તત્વોને ડામમાં સરકાર કડક પગલાં લે એવી માંગ તેઓએ ઉચ્ચારી હતી.