ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં આજે અશ્રુભીની આંખે ભક્તો ગણપતિ બાપાને વિદાઈ આપશે - immersion

નવસારી: ગણેશ ચતુર્થીથી શરુ થયેલા ગણેશોત્સવની વિવિધ ગણેશ મંડળો ભકતો દ્વારા શ્રધ્ધા ભકિતભાવ સાથે દસ દિવસ અત્યાધુનિક લાઇટીંગ ડેકોરેશન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

etv bhart

By

Published : Sep 12, 2019, 10:18 AM IST

જિલ્લાઓમાં ગણેશોત્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નવસારી, વિજલપોર, જલાલપોર, મરોલી, બીલીમોરા, ગણદેવી, અમલસાડ, ચીખલી, ખેરગામ, અને વાંસદામાં નાની – મોટી ૫૦ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. જેનું આજે અશ્રુભીની આંખે ભક્તો વિદાઈ આપશે.

નવસારીમાં આજે અશ્રુભીની આંખે ભક્તો ગણપતિ બાપાને વિદાઈ આપશે

જેને લઇ જિલ્લામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી જિલ્લામાં 1 DSP, 4 DYSP, 7 PI, 31 PSI, 605 પોલીસકર્મીઓ સહિત 1420 હોમગાર્ડના જવાનોને ગણેશ વિસર્જન દરમિયાન શાંતી અને સલામતી માટે તૈનાત કરાયા છે.

ABOUT THE AUTHOR

...view details