ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhi Jayanti 2023: નવસારીમાં ઐતિહાસિક દાંડી સ્મારક ખાતે બાપુને સંગીતના સૂરોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ગાંધીજીની 154 મી જન્મ જયંતી અવસરે નવસારીના ઐતિહાસિક દાંડીના રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે પૂજ્ય મહાત્માને સંગીતના સૂરોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

નવસારીમાં ઐતિહાસિક દાંડી સ્મારક ખાતે બાપુને સંગીતના સુરોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી
નવસારીમાં ઐતિહાસિક દાંડી સ્મારક ખાતે બાપુને સંગીતના સુરોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 8:12 AM IST

નવસારીમાં ઐતિહાસિક દાંડી સ્મારક ખાતે બાપુને સંગીતના સુરોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

નવસારી: ગઈ કાલે ગાંધી જયંતી હતી. દરેક રાજયમાંથી બાપૂને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નવસારી સ્થિત ઐતિહાસિક દાંડી સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ અને અન્ય અતિથિ ઘણો દ્વારા પૂજ્ય મહાત્મા ની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

"બીજી ઓક્ટોબર ગાંધી જન્મ જયંતીને લઈને નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારક ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપી બાપુના બલિદાનને યાદ કરવામાં આવ્યા છે"-- પરેશ દેસાઈ (નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ)

બાપુના વિચારો આજે પણ જીવંત:આ પ્રસંગે પ્રખ્યાત ગાયક પ્રહર અને ગાર્ગી વોરા દ્વારા પૂજ્ય મહાત્માને યાદ કરી તેમના વિચારો આધારિત ભજન અને ગીતોની હારમાળા રેલાવી હતી. આ પ્રસંગ દરમિયાન બાપુ ની વેશભૂષામાં આવેલા યુવાન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેને લઇને વાતાવરણ ગાંધીમય બન્યું હતું અને આવનાર ગાંધી પ્રેમીઓ એ બાપુના વિચારો આજે પણ જીવંત છે એવી વાત કરી હતી. તો બીજી તરફ આ પ્રસંગે પધારેલા મહાનુભાવો દ્વારા પણ બાપુના વિચારોને લઈને આજનું યુવા વર્ગ માહિતગાર થાય તે હેતુથી બાપુના જીવન પ્રસંગોને અને તેમના બલિદાન ની વાત કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા. જેને લઈને મોટી સંખ્યામાં પધારેલા યુવા વર્ગ સૌ વક્તાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી. બાપુના વિચારો આધારિત સંગીતની સુરાવલીમાં મગ્ન બન્યા હતા.

રાજ્યના ઉદ્યોગ પ્રધાને આ રીતે કરી ઉજવણી:મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિતે રાજ્યના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતે ખાદીની ખરીદી કરી હતી. રાજ્યના ઉદ્યોગ પ્રધાને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ફોર નેશન માને છે. ખાદી મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપે છે, અને ખાદીને પ્રોત્સાહન મળે તે માટે સીએમથી લઈને તમામ પ્રધાનો ધારાસભ્યો, કાર્યકર્તાઓ ખાદીની ખરીદી કરી રહ્યા છે.

  1. Khadi for nation and Khadi for fashion: રાજ્યના ઉદ્યોગ પ્રધાને ખાદીના બે ઝબ્બા અને એક રૂમાલની કરી ખરીદી
  2. Gandhi Jayanti 2023 : ગાંધી જયંતિ નિમિત્તે સી આર પાટીલ સહિત કાર્યકરોએ ખાદી ખરીદી

ABOUT THE AUTHOR

...view details