ગુજરાત

gujarat

ETV Bharat / state

BSNL દ્વારા વિજળી બિલ ન ભરાતા વિજ વિભાગે કરી બત્તી ગુલ

નવસારી: જિલ્લામાં આવેલા ગણદેવી તાલુકાના દક્ષિણ ગુજરાત વીજ કંપની ગણદેવી દ્વારા ગણદેવી BSNL ટેલિફોન એક્સચેંન્જની ગ્રાન્ટના અભાવે 2 માસના બાકી નિકળતા વીજ બિલના નાણાંની ભરપાઈ ન થવાને કારણે વીજ કંપનીએ વીજ જોડાણ કાપી નાખતા ગણદેવી તાલુકાની તમામ સરકારી કચેરી સહિત સહકારી સંસ્થા તેમજ બેંકોના કામકાજો સાથે 10,000થી વધુ મોબાઈલ ફોન ઠપ્પ થઇ ગયા હતા.

BSNLને પત્ર

By

Published : Mar 29, 2019, 10:20 PM IST

ગણદેવી ભારત સંચાર નિગમ લિમિટેડનું1,09,092રૂપિયાનું વીજ બિલગ્રાન્ટના અભાવે 2 માસ સુધી ન ભરાતાદક્ષિણ ગુજરાત વીજ કંપની ગણદેવી દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. જેના પગલે ગણદેવી વિસ્તારની 17 લીઝ લાઈન, 800 જેટલા બ્રોડબેન્ડ, 10,000થી વધુ મોબાઈલ ફોન ઠપ્પ થઇ ગયા હતા. આ સાથે 800થી વધુ બ્રોડબેન્ડ કનેક્શન બંધ થવાના કારણે તાલુકાની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, સબ રજીસ્ટર કચેરી સહિત અન્ય સરકારી કચેરીના તમામ કામકાજો પણ ઠપ્પ થઇ ચુક્યા હતા.

BSNLની વત્તી ગૂલ

તો મામલે મામલતદાર કચેરીના તમામ કામકાજો ઠપ્પ થઇ ગયા હતા પરંતુ હાલ લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે મામલતદાર કચેરીમાં ચૂંટણી અંતર્ગત કામગીરીને પણ અસર પહોંચી હતી. જેને લઈ નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને પત્ર દ્વારા તાકીદ કરી ભારત સંચાર નિગમ લિમિટેડનું વીજ જોડાણ ન કાપવા જણાવ્યું હતું, તેમ છતાં વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું હતું. જેને કારણે લોકસભા ચૂંટણી કામગીરી પણ હાલ ઠપ્પ થઇ ચુકી છે.

BSNLને પત્ર

દક્ષિણ ગુજરાત વીજ કંપની ગણદેવી દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવતા ગણદેવીના 7 જેટલા ગામોના મોબાઈલ ટાવર તેમજ વિવિધ સરકારી કચેરીઓનું કામકાજ ઠપ્પ થઇ જતા ગણદેવી ટેલિફોન એક્સચેંજ દ્વારા કામચલાઉધોરણે વૈકલ્પિક વ્યવસ્થાનાના ભાગરૂપે જેનરેટર મારફત સુવિધાઆપવાનો પ્રયત્નો થઇ રહ્યો છે, પરંતુ હાલ એ પણ માત્ર 6 કલાક સુધી જ ચાલી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે.

BSNLને પત્ર

ABOUT THE AUTHOR

...view details