પવિત્ર શ્રાવણ માસના પેહલા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ શિવદર્શનનો લ્હાવો લીધો - શિવદર્શન
નવસારી: પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના અને 12મી સદીના પ્રારંભમાં સોલંકીયુગમાં સ્થાપત્ય ધરાવતા બીલીમોરાનું સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં હર હર મહાદેવના નાદથી સોમનાથ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું હતું .
સોમનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તોની શ્રધ્ધાનું મોટુ કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસના પેહલા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ શિવદર્શનનો લાભ ઉઠાવ્યો હતો.સોમનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ પ્રગટ શિવલીંગનો ઇતિહાસ ૧૬૦૦ વર્ષ જૂનો છે. ૧૨મી સદીના પ્રારંભમાં સોલંકીયુગનું સ્થાપત્ય ધરાવતા આ શિવમંદિર અંબિકા-કાવેરી અને ખરેરા નદીના ત્રિવેણી સંગમ નજીક આવેલું હોવાનો ઉલ્લેખ પુરાણમાં કરવામાં આવ્યો છે. આ વિસ્તાર બિલ્વી વૃક્ષોથી આચ્છાદિત હોવાનું ગામનું નામ બીલીમોરા પડયું હોવાનું કહેવાય છે. ૧૦૮ ફૂટ ઉંચા ઘુમ્મટવાળા ભવ્ય શિવાલય સમગ્ર દક્ષિણ ગુજરાતનું સૌથી ઉંચુ મંદિર ગણાય છે.