માવઠાએ રોળ્યુ જગતના તાતનું સ્વપ્ન, નવસારીમાં ડાંગરના પાકને અધધધ નુકશાન... - Navsari farmer problem
નવસારીઃ જિલ્લામા મેઘરાજાએ સારી બેટિંગ કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી,પરંતુ ચહેરાની ખુશી વધુ પડતા કમોસમી વરસાદી છાંટાએ ખેડૂતોના ચહેરા પરથી છીનવી લીધી છે. વાતાવરણમાં અનિચ્છનીય ફરેફારના કારણે ડાંગરનો પાર્ક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.માવઠાથી ખેડુતન બધી મહેનત પર પાણી ફરી ગયુ હતુ.ધરતીપુત્રોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
નવસારી જિલ્લામા મુખ્ય પાક ગણાતા ડાંગરને અંદાજિત 1 કરોડથી વધુ નુકશાન થયાનો અંદાજ છે. નવસારી જીલ્લાનો મુખ્ય પાર્ક એવા ડાંગર અને શેરડીને આ વખતે વરસાદના કારણે વ્યાપક નુક્શ થયુ છે. જિલ્લાના જલાલપોર નવસારી ગ્રામ્ય તથા ચીખલી વિસ્તારમા સૌથી વધુ ડાંગરની ખેતી કરવામા આવે છે પરંતુ કમોસમી વરસાદના કારણે ધરુ નાશ પામ્યો છે જેના કારણે ખેડુતોની ડાંગરની ખેતી નિષ્ફળ ગઈ છેનવસારી જિલ્લામાં એદાજીત ૪૦ હજાર હેકટરમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ વખતે વરસાદ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોનો ઉભા પાર્કને મોટું નુકશન થતા ધરતીપુત્રોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે મદદની માગ કરી રહ્યાં છે.