નવસારીઃ ભારત સહિત ગુજરાતમાં છેલ્લા બે દિવસોમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. જોકે કોરોના વાઇરસની મહામારી સામે લડવાની યોજનાના ભાગ રૂપે સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યુ લાદવા મોદી સરકારે ભારતીયોને અપીલ કરી છે. સરકારની આ ઘોષણા બાદ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખૂટી પડશે તેવી અફવાઓ શરૂ થઈ છે અને તેમાં પણ શાકભાજી માર્કેટ અઠવાડિયા સુધી બંધ રહેવાની વાતો નાના વેપારીઓ ફેલાવી રહ્યા છે. જેના પગલે લોકોએ જથ્થાબંધ શાકભાજી ખરીદવાનું શરૂ કર્યુ છે.
કોરોના ઇફેક્ટ : શાકભાજી માર્કેટ બે દિવસ બંધ, APMC આપશે હોમ ડીલેવરી
ભારતમાં કોરોના વાઇરસ ત્રીજા સ્ટેજ એટલે કે કોમ્યુનિટી લેવલ પર ન પહોંચે તે હેતુથી ભારત સરકારે 22 માર્ચ, રવિવારે સવારે 7થી રાતે 9 કલાક સુધી જનતા કર્ફ્યુની જાહેરાત કરી છે. જેમાં આવશ્યક આવતી શાકભાજી પણ નવસારીવાસીઓને બે દિવસ સુધી નહીં મળશે. કારણ કે, નવસારી પાલિકાએ શહેરની મુખ્ય શાકભાજી માર્કેટ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે, નવસારી APMC માર્કેટ જનતા કર્ફ્યુ દરમિયાન પણ ચાલુ રહેશે. આ સાથે જ લોકોની શાકભાજીની જરૂરિયાત પૂર્ણ કરવાની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
corona effect
શાકભાજીની અછત ઉભી થવાની સંભાવના સાથે જ શાકભાજીના ભાવમાં પણ 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે, લોકોની આશંકા થોડે અંશે સાચી પડી છે, કારણ જનતા કર્ફ્યુને ધ્યાને લેતા નવસારી નગર પાલિકાએ નવસારી શહેરની મુખ્ય શાકભાજી માર્કેટને 22 અને 23 માર્ચ, બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ બે દિવસો દરમિયાન પાલિકા દ્વારા સમગ્ર માર્કેટમાં સાફ સફાઈ હાથ ધરાશે. જેની જાણ થતા જ શનિવારે સાંજે પછી શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા લોકોની ભીડ જામી હતી.