નવસારી : વિશ્વવ્યાપી કોરનાની બીમારીના આ કપરા સમયમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે અને જાણે સમય થંભી ગયો છે. કોરોનાના ડર સાથે લોકડાઉનને પગલે લોકો ઘરની બહાર નોકરી-ધંધે જઈ શકે એમ નથી. જેના કારણે રોજનું કમાઈને રોજ ખાતા શ્રમજીવીઓ, ગરીબો, ઘરવિહોણા, એકલવાયા, માંદા, અશક્ત લોકો સહિત અનેક મધ્યમ વર્ગીય ઘરોમાં એક ટકના ભોજનના સાંસા પડી રહ્યા છે. આવા આફતના સમયે બીલીમોરાના અગ્રણી મનાભાઈ ઉર્ફે મનહર પટેલે સેવા યજ્ઞની સુવાસ પ્રસરાવી હતી.
કોરોના વાઈરસથી બચવા આવશ્યક સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સના ધોરણોનું પાલન કરી અઢી કિલો કાંદા, અઢી કિલો બટાકા, ૫૦૦ ગ્રામ લીલા મરચાં, 500 ગ્રામ આદુ, 250 ગ્રામ લસણની ૩ હજાર કીટો બનાવી તેને જરૂરિયાતમંદો સુધી પહોંચાડાઇ હતી. સાથે જ મનહર પટેલ દ્વારા પ્રધાનમંત્રી ફંડમાં 51 હજાર રૂપિયા મોકલવાની જાહેરાત કરી હતી.