મળતી માહીતી અનુસાર ગતરાત્રે નવસારીમાં નજીવા બાબતે બે જૂથો અથડામણ થઇ હતી. આ ઘટના નવસારીના વિજલપોર શહેરમાં બની હતી. આ બાબતની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યા પરિસ્થિતીને કાબૂ કરવા પોલીસ દ્વારા ૨૫ જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક પોલીસકર્મી સહીત 4 લોકોને ઇજા થઇ હતી.
નવસારીમાં બે જૂથો વચ્ચે અથડામણ,1 પોલીસકર્મી સહિત 4 ને ઇજા
નવસારી: નજીવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી જેણે વિશાળરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણ એટલી હદે વધી ગઇ હતી કે બે જૂથોએ એક બીજા પર લોખંડના સળિયા, લાકડાઓ અને પથ્થરમારો કર્યો હતો.
નવસારીમાં બે જૂથો વચ્ચે અથડામણ
મળતી માહિતી મુજબ બન્ને સમાજના લોકો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે સમાધાન માટેની વાતો કરીને મામલો શાંત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બીજી બાજુ જિલ્લા પોલીસે મુખ્ય 16 શખ્સો સહીત 400 વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધી હતી.
ત્યારે પરિસ્થિતીને જોઇ હજીપણ પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવ્યો છે.કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ પણ એલર્ટ છે.