સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં રવિવારના રોજ જે.જે.મહેતા હાઈસ્કૂલ, બીલીમોરા ખાતે સાંજે ૪:૦૦ કલાકે રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પેજ-પ્રમુખ અને સરકારી સહાયના લાભાર્થીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ બિલીમોરા નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મંજુલાબેન પટેલ સહિત ચાર અપક્ષ સભ્યો ભાજપમાં જોડાયા હતા.
બીલીમોરા પાલિકામાં ભૂકંપ, ખુદ વિરોધી નેતા ભાજપમાં પેઠાં - munipal corporation
નવસારી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના પક્ષના પાયાના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવા બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લાની ૧૭૬ ગણદેવી વિધાનસભાનાં પેજ-પ્રમુખ અને સરકારી સહાયના લાભાર્થીઓનું સંમેલન નવસારીમાં યોજાયું હતું. આ સંમેલનમાં બીલીમોરા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મંજુલાબેન પટેલ સહિત 4 અપક્ષ સભ્યો ભાજપમાં જોડાયા હતા.
nasari
ભાજપ શાસિત બીલીમોરા નગરપાલિકામાં હાલ 36 માંથી ભાજપના 26 સભ્યો સાથે બીલીમોરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વધુ મજબૂત બની છે.