ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં 600 ઉદ્યોગ ધંધાઓને તંત્ર દ્વારા 20 નિયમોના પાલન સાથે મંજૂરી અપાઈ - બીલીમોરા ન્યૂઝ

નવસારીમાં લોકડાઉનના ત્રીજા ચરણમાં નવસારી જિલ્લામાં નાના-મોટા 600 ઉદ્યોગ ધંધાઓને તંત્ર દ્વારા 20 નિયમોના પાલન સાથે મંજૂરી આપી છે.

નવસારી
નવસારી

By

Published : May 15, 2020, 4:19 PM IST

નવસારી: લોકડાઉનના ત્રીજા ચરણમાં નવસારી જિલ્લામાં નાના-મોટા 600 ઉદ્યોગ ધંધાઓને તંત્ર દ્વારા 20 નિયમોના પાલન સાથે મંજૂરી આપી છે.

જેમાં બીલીમોરા જીઆઈડીસીના 175 યુનિટો પણ કાર્યરત થયા છે, જેમાં આવતા શ્રમિકો અને ઉદ્યોગો પણ કામના સ્થળે લોક ડાઉનના નિયમોનું ચુસ્તતાથી પાલન કરે જરૂરી છે. જેથી નવસારી જિલ્લા પોલીસ વડાએ જીઆઇડીસી એસોસીએશનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યુ હતુ.

કોરોનાએ જીંદગીની ગતિ ધીમી કરવા સાથે જ દિશા પણ બદલી નાંખી છે. જ્યાં લોક ડાઉનમાં ઉદ્યોગો બંધ થવાને કારણે આર્થીક ભીંસમાં મુકાયેલા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જઇ રહ્યા છે, ત્યારે લોક ડાઉનના ત્રીજા ચરણમાં સરકારે શરતોને આધીન છૂટછાટો આપતા નવસારી જિલ્લામાં 600 થી વધુ ઉદ્યોગો શરૂ થયા છે.

જોકે ઉદ્યોગોમાં મજૂરોની ઓછી સંખ્યા રાખવા સાથે જ લોક ડાઉનના 20 નિયમોનું ચુસ્તતાથી અમલવારી કરવાની શરતે મંજૂરીની મહોર મરાઇ છે. ત્યારે બીલીમોરા નજીકના આંતલિયા ખાતે આવેલી જીઆઈડીસીમાં નાના-મોટા મળી કુલ 175 યુનિટોને શરૂ કરવાની મંજૂરી મળતા ઘરઆંગણે 1500 થી વધુ કામદાર-શ્રમિકોને રોજગારી મળી છે. પરંતુ કોરોનાના સંક્રમણને રોકવા સાવચેતી જરૂરી છે. જેથી નવસારી જિલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યાએ નાયબ પોલીસ વડા બી. એસ. મોરી, બીલીમોરા પીએસઆઈ એચ. ગરાસીયા સાથે બીલીમોરા જીઆઇડીસી હોલમાં એસોસીએશન પ્રમુખ તુષાર દેસાઈ તેમજ તેમની ટીમ સાથે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને લઇ બેઠક યોજી હતી.

બેઠકમાં તેમણે કોરોના સંક્રમણને ટાળવા સેનિટાઈઝેશન, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવા જેવા નિયમો પાળવા સૂચનો કાર્ય હતા. સાથે જ કારીગરો સહિત તેમના પરિવાર, પડોશી સહિત ઉદ્યોગ-ધંધાને પણ બચાવવાના છે, તેથી શ્રમિકોનાં આવવા-જવાના સમય નિર્ધારિત કરી ટોળાશાહી રોકવી, કારીગરોના આરોગ્યની સમયાંતરે તપાસ કરાવાવી સહિતના મુદ્દાઓ ઉપર માર્ગદર્શન આપ્યુ હતુ. જયારે એઓસિએશને પણ લોક ડાઉનના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી તેમને મૂંઝવતા પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details