સુરતમાં 22 બાળકો ટ્યુશન ક્લાસમાં અગ્નિતાંડવના શિકાર બન્યા હતા. જેના પગલે રાજ્યનું તંત્ર જાગીને ટ્યુશનિયા શિક્ષકો પર લાલઆંખ કરી છે. જેમાં નવસારી શહેર અને જિલ્લામાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસો બંધ કરી દેવામાં આવતા ટ્યુશન સંચાલકોની રોજગારીઓ બંધ થતા નીતિનિયમોનું પાલન કરીને ખૂટતી કડીઓ પુરી કરી છે. તેમ છતાં હજુ સુધી પરવાનગી ન મળતા આજે શહેરના તમામ ટ્યુશન સંચાલકો નવસારી નગરપાલિકાના ચીફઓફીસરને આવેદન આપ્યું હતું અને વહેલી પરવાનગી મળે એવી માંગણી કરી હતી. જેને લઇને ચીફ ઓફિસરે ઉચ્ચઅધિકારી સાથે ચર્ચા કરવાની બાંહેધરી આપી હતી.
નવસારીમાં ટ્યુશન ક્લાસીસ ફરી શરૂ કરવા ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદનપત્ર - class
નવસારીઃ સુરતના અગ્નિકાંડે સમગ્ર તંત્રને હચમચાવી મુક્યું છે. જેને લઈને ટ્યુશનિયા શિક્ષકોના ટ્યુશન ક્લાસ બંધ છે. જેમાં કેટલાક નીતિનિયમો લાગુ કરતા ટ્યુશન ક્લાસો ફરી ધમધમતા થાય તે માટે નવસારી ચીફઓફીસરને આવેદનો આપ્યું છે.
ટ્યુશન ક્લાસો ફરી શરૂ કરવા ચીફ ઓફિસરને પાઠવ્યું આવેદનપત્ર
.