નવસારી : વિશ્વને પોતાનાં રાક્ષસી ભરડામાં લેનારા કોરોના વાઇરસ સામે ભારતીઓને બચાવવા ભારત સરકારે દેશને લોકડાઉન કર્યો છે, ત્યારે જનતા કર્ફ્યું અને ત્યારબાદ લોકડાઉનને કારણે અઠવાડીયાથી નવસારીના લાખો લોકો ઘરોમાં બેસી પોતાનો સમય વિતાવી રહ્યા છે. જેમાં ઘરમાં બેઠા બેઠા કંટાળતા લોકો અનેક વિધ ઇન્ડોર રમતો રમી રહ્યા છે. આ સાથે જ મોટા ભાગનો સમય ટીવી જોવામાં પસાર કરે છે, ત્યારે બાળકો અને મોટેરાઓ પણ પોતાના સમયનો સદઉપયોગ કરી સર્જનાત્મકતા તરફ પ્રેરાઈ તે હેતુથી નવસારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે.
કોરોના જાગૃતિ: ABVP દ્વારા શરૂ કરાઈ ઓનલાઈન ચિત્ર સ્પર્ધા - સોશિયલ
કોરોનાની બિમારીને ફેલાતી રોકવા માટે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અઠવાડિયાથી ઘરે પુરાયેલા લોકો પોતાના પરિવારજનો સાથે વિભિન્ન પ્રવૃત્તિઓ દ્વારા સમય વિતાવી રહ્યા છે. આ વચ્ચે નવસારી એબીવીપી દ્વારા બાળકો અને મોટેરાઓ માટે ઘરે બેઠા બેઠા પોતાની સર્જનાત્મકતાનો સદ્દઉપયોગ કરે તે હેતુથી કોરોના જાગૃતિ વિષય પર ઓનલાઈન ટેલેન્ટ હન્ટ કોમ્પીટીશન શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન સાથે ઓનલાઈન ચિત્ર સબમીટ કરાવવાની આ સ્પર્ધામાં અત્યાર સુધી ૩૦ પ્રતિસ્પર્ધીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
૧ એપ્રિલ, ૨૦૨૦ સુધી ચાલનારી ટેલેન્ટ હન્ટ કોમ્પીટીશન માટે એબીવીપીના સોશિયલ મીડિયા પેજ ( ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ) પર સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પર્ધકે કોરોના જાગૃતિ વિષય પર ચિત્ર બનાવીને તેને ફરી સોશિયલ મીડિયા મારફતે જ એબીવીપીના પેજ પર તેને અપલોડ કરવાનું રહેશે. ૨૮ માર્ચે જાહેર થયેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાંથી ૩૦થી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને ઘણા લોકોએ કોરોનાને નાથવા માટે ચિત્રો બનાવી તેને અપલોડ પણ કર્યા છે.
આ તકે એબીવીપીના અર્થ નાયકે જણાવ્યું કે, કોરોના સામેના જંગમાં લોકડાઉન જ મહત્વનું હથિયાર છે, ત્યારે લોકો ઘરે બેસીને પોતાની સર્જનાત્મકતાને બહાર લઇ આવે અને કોરોનાને નાથવા લોકોમાં જાગૃતિ લાવવા “ કોરોના અવરનેશ “ વિષય પર ચિત્રો, પોસ્ટર બનાવીને અમારા સોશિયલ મીડીયા પેજ પર અપલોડ કરવાના છે. જેમાં લોકડાઉન દરમિયાન સાહસ બતાવતા લોકો, વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતા તેમનામાં વર્ષ બગડશે તો, જેવા ઉદ્ભવેલા ડર જેવી વાતોને પણ આવરી શકાય. આ ચિત્રોમાંથી શ્રેષ્ઠ ત્રણ ચિત્રોને એબીવીપી નવસારી દ્વારા ઇનામ પણ અપાશે.