- નવસારીના સિંધી કેમ્પમાં (Sindhi Camp Area) બપોરે ક્રિકેટ રમતા બાળકોને મૃતક હત્યારોપી દબડાવવા ગયો હતો
- મૃતક આરોપીએ 10 વર્ષ અગાઉ મૃતકે આ જ વિસ્તારના તરૂણની કરી હતી હત્યા
- બાળકો પર જોર કરવા જતા રણચંડી બનેલી માતાઓએ હત્યારોપીને મેથીપાક ચખાડ્યો હતો
નવસારીઃ જિલ્લાના સિંધી કેમ્પ વિસ્તારમાં (Sindhi Camp Area) બપોરના સમયે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન 10 વર્ષથી હત્યાના ગુનામાં સજા કાપતો અને પેરોલ પર છૂટેલો આરોપી અહીં આવ્યો હતો. આરોપીએ બાળકોને ધમકાવ્યા હતા, જેથી બાળકોની માતાએ આરોપીને ઢોર માર માર્યો હતો. તે જ સમયે કોઈકે આરોપીને ચપ્પુના ઘા ઝીંકી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ત્યારબાદ આરોપીનું હોસ્પિટલમાં મોત થયું હતું. જોકે, આ ઘટનાની જાણ થતા નવસારી ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આરંભી હતી, જેમાં મહિલાઓએ હત્યારોપીને માર માર્યો હોવાનું જણાતા પોલીસે 12 મહિલાઓને પૂછપરછ માટે ડિટેન કરી હતી.
મૃતક આરોપીએ 10 વર્ષ અગાઉ મૃતકે આ જ વિસ્તારના તરૂણની કરી હતી હત્યા આ પણ વાંચોઃDouble Murder Case: ઘાટલોડિયામાં લૂંટના ઈરાદે જ વૃદ્ધ દંપતીની હત્યા કરી હોવાનું આરોપીએ કબૂલ્યું
હત્યારોપી બજરંગ હાથમાં ચાકૂ લઈને આવ્યો હોવાની ચર્ચા
વિજલપોરના શક્તિનગરમાં (Shaktinagar of Vijalpor) રહેતો અને હત્યાના ગુનામાં સજા કાપી રહેલો આધેડ બજરંગ ઉર્ફે વિનોદ સાળુંકે (Bajrang alias Vinod Salunke) પેરોલ પર છૂટ્યો હતો. તેણે શુક્રવારે બપોરે સિંધી કેમ્પના (Sindhi Camp) પ્રવેશદ્વાર પાસે જ ખૂલ્લી જગ્યામાં ક્રિકેટ રમતા બાળકોને દબડાવ્યા હતા અને એક-બે બાળકોને માર પણ માર્યો હતો. આરોપી બજરંગે આ જ વિસ્તારમાં 10 વર્ષ અગાઉ 17 વર્ષીય તરૂણ જિગ્નેશ નાયકાની હત્યા કરી હતી, જેથી બાળકો સાથે બજરંગને માથાકૂટ કરતા જોઈ ચિંતિત બનેલી તેમની માતાઓ અને અન્ય મહિલાઓ ભેગી મળી ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં મહિલાઓએ બજરંગ સાથે ઝઘડો કર્યો હતો, પરંતુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા બજરંગે મહિલાઓને પણ ધમકાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાઓએ આરોપી બજરંગને ઢોર માર માર્યો હતો. તે સમયે જ કોઈકે બજરંગને ચપ્પુના ઘા મારતા તેનું મોત થયું હતું.
નવસારીના સિંધી કેમ્પમાં (Sindhi Camp Area) બપોરે ક્રિકેટ રમતા બાળકોને મૃતક હત્યારોપી દબડાવવા ગયો હતો આ પણ વાંચોઃPsycho Rapist : 3 બાળકીઓ પર દુષ્કર્મ કરનાર એક જ આરોપી, 3 વર્ષની બાળકીની હત્યા કરી દુષ્કર્મ આચર્યું
પોલીસે પૂછપરછ માટે 12 મહિલાઓને કરી ડિટેન
ટાઉન પોલીસે બારિકાઈથી તપાસ હાથ ધરી હતી અને મૃતક હત્યાના આરોપી બજરંગને શાનાથી માર મારવામાં આવ્યો એની તપાસ આરંભી હતી. પોલીસે મહિલાઓ સાથે વાત કરતા હત્યારોપી બજરંગ જ ચાકૂ લઈને આવ્યો હતો અને ક્રિકેટ રમી રહેલા બાળકોને દબડાવી મારવા લાગ્યો હતો. આથી એને કહેવા જતા ઝઘડો કર્યો હતો અને મારવાનો પ્રયાસ કરતા, એને મેથીપાક ચખાડ્યો હતો. આથી પોલીસે ઘટનાસ્થળેથી 12 મહિલાઓને ડિટેન કરી પૂછપરછ આરંભી છે. ભીડમાં 10 વર્ષ અગાઉ બજરંગના હાથે જીવ ગુમાવનારા જીગ્નેશ નાયાકાના ઘરની મહિલા પણ હોવાની સંભાવના ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ સેવી હતી. જોકે, સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસે (Navsari Town Police) હત્યાનો ગુનો નોંધી હત્યારાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.